ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત શાખા ના હોદેદારો ની નિમણુક
કચ્છ પ્રાંત શાખાની સાધારણ સભા યોજાઈ
મહિલાઓ ને મળ્યું વિશેષ પ્રાધાન્ય
ભારત વિકાસ પરિષદ, દેશભરમાં 1500 થી વધુ શાખાઓ ધરાવતી અને સંસ્કાર અને સેવા ના કર્યો દ્વારા રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપતી સંસ્થા છે, સૌરાષ્ટ્ર કચ્છ વિભાગમાં 23 શાખાઓ ધરાવે છે, તેના સર્વે સદસ્યો ની ઓનલાઇન ઉપસ્થિતિમાં ભારત વિકાસ પરિષદ,સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત દ્વારા તા.11.4.2021 ના રોજ ઓનલાઇન વાર્ષિક સાધારણ સભા (AGM) યોજાઇ હતી,
પ્રાંત અધ્યક્ષ પ્રફુલ્લભાઇ ના સ્વાગત ઉદ્બોધન બાદ પ્રાંત મહામંત્રી વિનોદભાઈ એ ગત વર્ષ ના થયેલ કાર્યો ની સમગ્ર રૂપરેખા રજૂ કરેલ, કોષાધ્યક્ષ હેમંતભાઈ દ્વારા વાર્ષિક હિસાબો નું સરવૈયું રજૂ કરવામાં આવ્યું, મહિલા સંયોજીકા, સંગઠન મંત્રી , વિભાગીય મંત્રી , વિવિધ પ્રકલ્પ ના સંયોજક દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યા, પૂર્વ અધ્યક્ષ અને મહામંત્રી ના પ્રતિભાવો બાદ પ્રાંત ટ્રસ્ટી વિઠ્ઠલભાઈ કોરડીયા દ્વારા નવા વર્ષ માટે હોદેદારો અને કારોબારીની ઘોષણા કરવામાં આવેલ, નવનિયુક્ત ટીમ ના મુખ્ય હોદેદારો તરીકે પ્રમુખ તરીકે
શ્રીમતી વિરલબેન પારેખ,
મહામંત્રી તરીકે શ્રીમતી ડો.જાગૃતિબેન ઠક્કર,
કોષાધ્યક્ષ તરીકે શ્રીમતી ડોલીબેન લાઠીયા,
મહિલા સંયોજીકા શ્રીમતી શ્વેતાબેન દક્ષિણી, ની નિમણુંક કરવામાં આવેલ છે,
સંસ્થા દ્વારા મહિલા પ્રતિનિધિઓ ને અગ્રણી સ્થાનો પર પ્રતિનિધિત્વ આપી સમાજ ને નવો રાહ બતાવ્યો છે.
આ ઉપરાંત ઉપપ્રમુખ, સંગઠન મંત્રી, પ્રકલ્પ સંયોજક, તથા વિભાગીય મંત્રી,, પ્રચાર પ્રસાર સંયોજક વગેરે હોદેદારો ની ઘોષણા કરવામાં આવેલ છે.
આ સાથે નવ નિયુક્ત અધ્યક્ષ તથા મહામંત્રી દ્વારા પ્રતિભાવ આપવામાં આવેલ.
કાર્યક્રમ ને અંતે પશ્ચિમ ક્ષેત્ર ના રાષ્ટ્રીય સચિવ દિનેશભાઈ વોરા દ્વારા નવ નિયુક્ત હોદ્દેદાર તથા કારોબારી સદસ્યો ને હાર્દિક અભિનંદન પાઠવેલ, તથા માર્ગદર્શન આપવામાં આવ્યું.
તેમ તુષાર છત્રારા
( પ્રચાર પ્રસાર વિભાગ
સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત.)એ અખબારી યાદી માં જણાવ્યું હતું.