Viksit Bharat Young Leaders Dialogue – વિકસિત ભારતના સાથી!
તા.૧૨ જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ અને આ દિવસને યુવા દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે તા.૧૧ અને ૧૨ જાન્યુઆરીના દિવસે નવી દિલ્લી ખાતે સમગ્ર દેશમાંથી “માય ભારત” વેબસાઇટ પર પરીક્ષા આપીને ૩૦૦૦ યુવાનો ભારત મંડપમ ખાતે ભારતને વિકસિત ભારત-૨૦૪૭ બનાવવા માટે જોડાયા છે, જેમાં સમગ્ર ભારતમાંથી સિલેક્ટેડ ૨૦૦ યુવાનો જે વિવિધ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વપ્ન છે કે ભારત કેવી રીતે ૨૦૪૭ માં વિકસિત ભારત બને જેના માટે તા.૧૨ જાન્યુઆરીના દિવસે ભારત મંડપમ ખાતે પ્રધાનમંત્રી શ્રી મોદીજી યુવાનો સાથે મુલાકાત અને સંવાદ કરવામાં આવશે જેના માટે ભારત સરકારના રમતગમત અને યુવા મંત્રાલય દ્વારા “પાથ બ્રેકર્સ યુથ આઈકોન” તરીકે ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લામાંથી એક સામાજિક યુવા આગેવાન તરીકે નીરવભાઈ દવેની પસંદગી કરવામાં આવી છે.
એક સામાજિક યુવા આગેવાન તરીકે નીરવભાઈ દવેએ પોરબંદરના ૫૦૦ વધુ પરિવારોને પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજનાનો લાભ આપવામાં આવેલ છે, અને તે તેમામ લાભાર્થીનું પાંચ વર્ષનું પ્રીમિયમ પણ ભરી આપવામાં આવેલ છે, ૧૨૫ થી વધુ ગંગા સ્વરૂપ બહેનોને પાંચ વર્ષ માટે (ડી.બી.ટી) ના માધ્યમથી વાર્ષિક સહાય આપવામાં આવેલ છે, સમગ્ર ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓના ૧૮૦ થી વધુ યુવાઆનો રોજગારી આપવામાં આવી છે, આવી અનેક સેવાકીય યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવે છે જેના માટે આ યુથ આઈકોન એવોર્ડમાં તેમની પસંદગી થતા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને પોરબંદરના લોકપ્રિય સાંસદ તેમજ દેશના રમત-ગમત, યુવા અને શ્રમ રોજગાર મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે.