પોરબંદરના બળેજ ગામે ચાલતા ગેરકાયદેસર ખનન ઉપર રેવન્યુ વિભાગની કાર્યવાહી

પોરબંદર. તા.૨૮, પોરબંદરની દરીયાપટ્ટીમાં ખૂબ વિશાળ પ્રમાણમાં લાઇમ સ્ટોન ખનીજ મળી આવતું હોય અને ગેરકાયદેસર ખનનની જાણ કલેકટરશ્રી, પોરબંદરને થતાં પ્રાંત અધિકારી પોરબંદર તથા મામલતદાર, પોરબંદર (ગ્રામ્ય) ની ટીમો બનાવી આવા ગેરકાયદે ચાલતા ખનન કાર્યને પકડી દાખલારૂપ કાર્યવાહી કરવા સૂચના આપતા, રેવન્યુ વિભાગ દ્વારા સરકારી ખરાબામાં તદન ગેરકાયદેસર ચાલતી લીઝો ઉપર દરોડા પાડતા અંદાજીત ૦૬ જેટલા કટીંગ મશીન (ચકરડી) તથા ૦૩(ત્રણ) જેટલા ટ્રેકટર, ૦૨ જનરેટર સહિતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Please follow and like us:
