શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા 24માં સમુહ લગ્નઉત્સવ સફળતાપૂર્વક સંપન્ન
લગ્ન પાછળ થતાં વધારે ખોટા ખર્ચ અને નિવારી શકાય તે માટે શ્રી મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા ઈસવીસન 2000 થી સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આજ સુધીમાં અંદાજે 900 જેટલી દીકરીઓના લગ્ન આ નેજા નીચે સંપન્ન થયા છે આ કડીના ભાગરૂપે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા વર્ષ 2024 નો સમૂહ લગ્ન ઉત્સવ આજે વિક્રમ સવંત 2080 મહા સુદ નોમ અને રવિવારના તારીખ 18-2-2024 ના રોજ શ્રી મહેર વિદ્યાર્થી ભવન એરપોર્ટ રોડ પોરબંદર ખાતે યોજાઈ ગયો. ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ સમૂહ લગ્ન ઉત્સવમાં ૧૯ જેટલા નવદંપતિઓએ ભાગ લીધો હતો. સવારે જાનોનું આગમન થયું ત્યારે નિર્ધારિત સમયે હસ્તમેળાપ તેમજ મંગળફેરા યોજાયા કન્યા વિદાય બપોરે બપોરે સંપન્ન થયેલ લગ્નની સર્વે વિધિ સાદિપની વિદ્યાનિકેતનના ગુરુજનો તથા ઋષિ કુમારો દ્વારા શાસ્ત્રો પદ્ધતિ કરવામાં આવેલ હતી તેમજ આ પ્રસંગને પ્રાચીન લગ્નગીતોની સુરાવલી શ્રી મહેર મહિલા વિકાસ મંડળની બહેનો દ્વારા રેલાવવામાં આવી હતી સમૂહ લગ્નના આ કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી , સ્વામી પરમાત્માનંદગીરીજી, પૂર્વ સાંસદ ભરતભાઈ ઓડેદરા, સંસ્થાના સ્થાપક પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણીયા તથા મહેર જ્ઞાતિના રાજકીય સામાજિક અને વિવિધ ક્ષેત્રના દેશ વિદેશના આગેવાનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહી સૌનું જોમ વધાર્યું હતું. (આખો દિવસ ચાલેલા આ દીર્ઘ કાર્યક્રમમાં મહેમાનો અલગ અલગ સમયે પધારેલ હોય ઉપસ્થિત કોઈનું પણ નામ રહી જવાના અત્રે પૂરી યાદી રજૂ કરવામાં આવેલ નથી) મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના હોદ્દેદારો દ્વારા ઉપસ્થિત દાતાશ્રીઓ તેમજ મહાનુભુવોનું ઉષ્મા વસ્ત્ર દ્વારા અભિવાદનસહ સ્વાગત કરવામાં આવેલું હતું.
આ વખતના સમૂહ લગ્નમાં કુલ 19 અલગ માંથી 10 લગ્નનો ખર્ચો દાતા પરિવાર મૂળ વિસાવાડાના વતની અને હાલ યુ.કે. નિવાસી સાજણભાઈ દેવાભાઈ કેશવાલા તથા શ્રીમતી નિર્મળાબેન સાજણભાઈ કેશવલા તથા કેશવાલા પરિવાર તથા આ ઉપરાંત અન્ય દાતાઓ માંથી જુનાગઢના કેશવાલા મહેર સમાજ તથા સ્વર્ગસ્થ માતૃશ્રી વાલીમાં માલદેભાઈ રાતીયા મહેર કન્યા છાત્રાલય શ્રી મહેર સમાજ ભવન ભવનાથ તરફથી ₹1,50,000, જામનગરથી માલદેવ રાણા કેશવાલા એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સ્થાપિત જામનગર મહેર સમાજ તરફથી 1,00,000, મૂળ વિસાવાડાના વતન હાલ યુએસએ નિવાસી ભીમાભાઇ મોઢવાડિયા પરિવાર તરફથી 1,01,000 મૂળ ફટાણાના વતની હાલ યુકે નિવાસી સ્વર્ગસ્થ નાથાજીભાઈ નાગાજીભાઈ ઓડેદરા તથા સ્વર્ગસ્થ જેઠીબેન નાથાજીભાઈ ઓડેદરાના પુત્ર વિમલજીભાઈ નાથાજીભાઈ ઓડેદરા ના પરિવાર તરફથી 1,00,000, પોરબંદરના માલદેવ રાણા કેશવલા સમાજ ઝુંડાળા તરફથી 1,00,000, રાજકોટના એન ઓડેદરા પરિવાર તરફથી ચિરંજીવી પૃથ્વી ધવલભાઇ ઓડેદરા, ધવલભાઇ નાગેસભાઈ ઓડેદરા, શ્રીમતી વિશાખાબેન ધવલભાઇ ઓડેદરા, શ્રી નાગેસભાઈ રાજસીભાઈ ઓડેદરા, શ્રીમતી શોભનાબેન નાગેસભાઈ ઓડેદરા તરફથી 51000, રાજકોટ નિવાસી સ્વર્ગસ્થ સુકાભાઈ રામભાઈ આંત્રોલીયા તથા સ્વર્ગસ્થ ધાનીબેન સુકાભાઈ આંત્રોલીયાના પુત્ર બચુભાઈ સુકાભાઈ આંત્રોલીયા પરિવાર તરફથી 51000, ફટાણા પોરબંદર થી સ્વર્ગસ્થ ભીમાજીભાઈ કાનાજીભાઈ ઓડેદરાના મસરીજીભાઈ ભીમાજીભાઈ ઓડેદરા તરફથી 51000 રૂપિયા તથા યુકે નિવાસી સ્વર્ગસ્થ રામાજીભાઈ જીવાજીભાઈ ઓડેદરાના પુત્ર ભીખુજીભાઈ રામાજીભાઈ ઓડેદરા તરફથી 51000, સ્વર્ગસ્થ અરજણભાઈ એભાભાઈ ઓડેદરાના પુત્ર ભીમભાઈ અરજણભાઈ ઓડેદરા તરફથી 51000, શ્રી રાજશીભાઇ મેરામણભાઇ ઓડેદરા (બાહરિયા પરિવાર) તરફથી 51000 ઉપરાંત રાજકોટ નિવાસી સ્વર્ગસ્થ સેજલબેન અરજનભાઈ કેશવાલા સ્મરણાર્થી અરજનભાઈ જેઠાભાઇ કેશવાલા તરફથી દરેક નવદંપતીને 500 મિલિગ્રામ વજનની સોનાની ગીની તેમજ શિક્ષણ વિભાગ ગાંધીનગર ખાતેથી નાયબ નિયામક તરીકે ફરજ બજાવતા શ્રી સુરેશભાઈ વિરમભાઈ રાજશાખા પરિવાર તરફથી દરેક દીકરીઓને નાકનો સોનાનો દાણો અર્પણ કરવામાં તેમજ સ્વર્ગસ્થ સાજણભાઈ રામભાઈ ઓડેદરાના સ્મરણાર્થી શ્રી પરબતભાઈ રામભાઈ ઓડેદરા તથા શ્રી દિલીપભાઈ સાજણભાઈ ઓડેદરા દ્વારા 32 નંગ વાળો ડીનેરસેટ આપવામાં આવેલ. આ ઉપરાંત અનેક દાતાઓ દ્વારા જ્ઞાતિના આ ઉત્કર્ષ કાર્યક્રમમાં ખુબ સારા પ્રમાણમાં આર્થિક સહયોગ આપવામાં આવેલો હજુ પણ કાર્યક્રમ દરમિયાન અને બાદ પણ દાનની સરવાણી ચાલુ હતી. આ લગ્ન ઉત્સવમાં ભાગ લેનાર દીકરીને કરિયાવરમાં ડબલ બેડનો પલંગ ,ગાડલું, ખુરશી, ટીપોઈ, કબાટ, વાસણો સહીત ઘરવખરીની વિવિધ વસ્તુઓ આપવામાં આવી હતી આ શુભ પ્રસંગે સર્વે મહેમાનો અને ઉપસ્થિતો માટે ચા પાણી ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ હતી તેમજ શ્રી ભાવસિંહજી હોસ્પિટલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ પર રાખવામાં આવેલો હતો આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના મહામંત્રી બચુભાઈ આંત્રોલીયા સર્વે ઉપપ્રમુખઓ લાખાભાઈ કેશવાલા, નવઘણભાઈ મોઢવાડિયા, અરજનભાઈ ખીસ્તરીયા, કારાભાઈ કેશવાલા, અરશીભાઈ ખુંટી, રામાભાઇ મેપાભાઇ ઓડેદરા, કોષાધ્યક્ષ આલાભાઇ ઓડેદરા, મહિલા વિકાસ મંડળના પ્રમુખ શ્રીમતી રમાબેન ભૂતિયા અને સર્વે બહેનો તેમજ સંસ્થાના ઉપપ્રમુખ તથા સમૂહ લગ્ન સમિતિના અધ્યક્ષ અરજનભાઈ ખીસ્તરીયા તેમજ ઉપપ્રમુખ તથા સમૂહ લગ્ન સમિતિના સહઅધ્યક્ષ નવઘણભાઈ મોઢવાડિયા, લગ્ન સંમતિના સંયોજક દેવાભાઈ ભૂતિયા, સહસંયોજક દેવાભાઈ ઓડેદરા બાબુભાઈ કારાવદરા, શ્રીમતી હીરાબેન રાણાવાયા, સહિત ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલની વિવિધ સમિતિઓ તેમજ સમાજની અન્ય સંસ્થાઓના હોદ્દેદારો/કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી તન, મન અને ધનથી ખૂબ જ સુંદર સેવા કરી હતી. સંસ્થાના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા એ પણ પોતાના પ્રસંગિક પ્રવચનમાં સર્વેની કામગીરીને બિરદાવી સર્વે દાતાશ્રીઓનો આભાર માન્યો હતો તેમજ લગ્નમાં ભાગ લેનાર તમામ દંપતીને સુખી લગ્નજીવનના આશીર્વાદ પાઠવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પોપટભાઈ ખૂટી તેમજ દેવાભાઈ ભૂતિયા દ્વારા કરવામાં આવેલું હતું.