પોરબંદરમાં થયું ખેલોત્સવનું ભવ્ય આયોજન જેમાં 11 વર્ષથી લઈને 80 વર્ષસુધીના લોકોએ લીધો ભાગ
સ્પોર્ટ્સ, યોગ એન્ડ કલ્ચરલ એસોસીએશન તથા ફીટ ઈન્ડિયા મુવમેન્ટ દ્વારા દર વર્ષે ખેલોત્સવનું આયોજન કરવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે નાના બાળકોથી લઈને મોટા વયોવૃદ્ધ લોકો પોતાના સ્વાસ્થ પ્રત્યે જાગૃત થાય, બાળકો મોબાઈલની ગેમ મૂકીને મેદાનમાં રમતો રમતા થાય તે મુખ્ય છે. આ વર્ષે પણ “ખેલોત્સવ 2024/25” નું આયોજન ડો. વી.આર. ગોઢાણીયા કોલેજના ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જુનાગઢ એમ કુલ 3 જીલ્લા માથી 125 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં 11 વર્ષના બાળકથી લઈને 80 વર્ષના સિનિયર સીટીઝન જોડાયા હતા. દરેક ખેલાડીએ જુદી જુદી રમતોમાં ભાગ લઈને પોતાનું કરતબ બતાવ્યુ હતું. આ ખેલોત્સવમાં 200મી. દોડ, ગોળફેંક, દોરડાકૂદ, જલદચાલ અને રસ્સાખેંચ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. રસ્સાખેંચમાં પોરબંદરની ટીમ પ્રથમ અને જુનાગઢની ટીમ દ્વિતીય સ્થાન પર આવેલ હતી. દરેક રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર ખેલાડીને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ્સ અને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા અને દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. દરેક ખેલાડીઓ તથા વાલીશ્રીઑ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પોરબંદરના મોસ્ટ સિનિયર ડોક્ટર ભીષ્મ પિતામહ શ્રી સુરેશભાઇ ગાંધી સાહેબ, મોસ્ટ સિનિયર ફિઝિશયન ડો. અરુણભાઇ શાહ, રીજીયન ચેરપર્સન રીજીયન – 5 લાયન્સ ક્લબ પોરબંદરના લાયન શ્રી નિધિબેન શાહ મોઢવાડિયા, લાયન્સ ક્લબ પોરબંદરના સેક્રેટરી લાયન હરદતપૂરી ગૌસ્વામી અને સ્પોર્ટ્સ, યોગ એન્ડ કલ્ચરલ એસોસીએશનના ચેરમેનશ્રી હસમુખભાઈ શીલું ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ડો. વિરમભાઇ રાજાભાઈ ગોઢાણીયા, પ્રમુખ, શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ, પોરબંદર, એકલવ્ય સ્પોર્ટ્સ એન્ડ ફિઝિકલ ટ્રેનીંગ એસોસીએશનના પ્રમુખ તથા NCC ANO ઓફિસરશાંતિબેન ભૂતિયા તથા ડો. મૌલિકભાઈ અશોકભાઇ સોલંકી, ડો. ચાંદનીબેન મૌલિકભાઈ સોલંકી (અરંભા પરીવાર) જુનાગઢનો ખૂબ સરાહનીય સહયોગ રહ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્પોર્ટ્સ, યોગ એન્ડ કલ્ચરલ એસોસીએશનના જનરલ સેક્રેટરી શ્રી સોનીગ્રા દિપ, ખજાનચીશ્રી રીતલબેન બાદરશાહી, સોશિયલ મીડિયા ડાયરેક્ટરશ્રી જીગ્નેશભાઈ સોલંકી, સ્પોર્ટ્સ, યોગ એન્ડ કલ્ચરલ એસોસીએશન – ગુજરાતના ચેરમેન વિશાખાબેન શીલું, જનરલ સેક્રેટરી મયૂરભાઈ કુહાડા, ખજાનચી ધર્મીષ્ઠાબેન જેઠવા, સભ્યહેતલબેન એન. જેઠવા, હેતલબેન બી. જેઠવા, જાગૃતિબેન પાંજરી, નિશાબેન સોલંકી, મહેક મસાણી, સ્નેહા ચુડાસમા, પરેશભાઈ દુબલ, અલ્પેશભાઈ મકવાણા, રાજ દુબલ સંપૂર્ણ મેનેજમેન્ટ ટીમ એ જહેમત ઉઠાવી હતી.