પ્રદુષિત પાણી ને દરિયામાં ઠાલવવાના પ્રોજેક્ટનો ઘેડના ગામડાઓ માં પણ વિરોધ ના સુર

આજરોજ સેવ પોરબંદર સી દ્વારા ઘેડ ના વિસ્તાર માં લોક સંપર્ક કરવામાં આવ્યો.
જ્યાંથી પાઇપ લાઈન પસાર થાય છે તેવા તમામ ૧૧ ગામ ની મુલાકાત લેવામાં આવી.
મોડદર, કવલકા , સેગરસ , ભોગસર, છત્રવા, દેરોદર, રાજપરા, ચિકાસા, નવાગામ, મિત્રાળા, ભડ વગેરે ગામો ની મુલાકાત લીધી.
સેવ પોરબંદર સી ના સભ્ય નાગેશભાઈ પરમાર જેઓ કુતિયાણા ના હોવાથી તેમણે આગેવાની લીધી અને ઘેડ વિસ્તાર માં લોકપ્રિય અને રજેરજ ની જાણકારી હોવાથી તેઓ એ આગેવાની લીધી. પોતાનું વાહન લઈ ૧૨ કલાક સતત સાથે રહી એક એક ગામનો સંપર્ક કરાવ્યો અને ગામલોકો જે રીતે સમજે તેમ ખૂબ સારી રીતે સમજાવ્યા.. જયેશ ગોરસેરા જેઓ પણ ઘેડ વિસ્તાર ના જાણીતા હોવાથી આગલા ગામના સંપર્ક નું આયોજન કરી લેતા હતા.
દરેક ગામ ના લોકો ટીમ ની રાહ જોઈ ને રામ મંદિરો ના ચોરે જોવા મળ્યા.ટીમ કાઈ બોલે તે પહેલાં જ ગામ ના લોકો તેમને દરેક વાત ની ફરિયાદ કરતા હતા.પ્રદૂષિત પાણી ની વાત કરતા તો સહુ ના મોઢે એક જ વાત હતી કે અને નહિ આવવા દયે આ પાણી..
તમામ ગામો માંથી વાંધા અરજીઓ થઈ તે બતાવી.અને આગળ પણ લડત ચાલુ રાખશે તેમ જણાવતા હતા.

રકાબી જેવા આકારમાં ઘેડ વિસ્તાર રહેલો છે .જેના કારણે તેમાં ચોમાસા ના ૪ મહિના માં પાણી સતત ભરાયેલું રહે છે.આ ભાદર નદી નું પાણી હોય છે… જેતપુર સાડી ઉદ્યોગો વાળા લોકો ચોમાસા માં વરસાદી પાણી સાથે પ્રદૂષણ યુક્ત પાણી છોડે છે.જેના કારણે આ વિસ્તારમાં કેમિકલ યુક્ત પાણી ભરાય રહે છે.જે ૪ મહિના સુધી ભરાયેલું રહે છે.આને કારણે તેમનો પાક થતો નથી અને બળી જાય છે.
પ્રાકૃતિક ખેતી કરે છે પણ આ પાણી ના હિસાબે આ પ્રાકૃતિક ના રહેતા સર્ટિફિકેટ માં કેમિકલ બતાવે છે.
આ વિસ્તાર માં ચેક ડેમ કે પાણી કાઢવાની લાઈન નથી નાખતા પણ આ પ્રદૂષિત પાણી ની લાઈન તરત મંજૂરી આવી ગઈ તેવું તે લોકો નું કહેવું હતું.રાજપરા ગામે એવું પણ કહ્યું કે આ લોકો જ્યારે લાઈન ખોદશે ત્યારે નીચેની માટી ઉપર નીચે થશે એટલે એટલી જમીન માં આવતા ૩ વરસ મીંડું ઉગશે.કારણ નીચે ખારી જમીન છે…
અને ચોમાસા માં ક્યાંક આ લાઈન તૂટી તો પાણી માં અંદર ના જવાય તો સમી કરવા કેમના જશે??
આવી ઘણી રજૂઆતો સાથે તેમના તરફ થી સંપૂર્ણ સાથ ની ખાતરી આપવામાં આવી.તમામ નો એક જ સૂર હતો કે ઝેરી પાણી તો નહિ જ આવવા દઈએ.અમારી પેઢી હેરાન થઈ જાય.

આ મુલાકાત માં નાગેશ પરમાર, જયેશ ગોરસેરા અનામ સાગર, ઉર્વશી સાગર, કેયૂર જોશી, સ્વાતિ જોશી, રિવાન જોશી, સિદ્ધાર્થ ગોકાણી, રિતિજ્ઞા ગોકાણી , ધન્યતા ગોકાણી , યશ ગોહેલ અને સંજય રાણાવાયા સાથે રહેલા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!