યુવા દિવસ નિમિત્તે પોરબંદરના યુવાઓને સન્માનિત કરાયા
રોટરી ક્લબ ઓફ પોરબંદર અને રોટરેક્ટ ક્લબ ઓફ પોરબંદર દ્વારા સફળ આયોજન
ગત રવિવાર તા 12જાન્યુઆરીના રોજ પોરબંદરના બિરલા હોલ ખાતે રોટરી ક્લબ ઓફ
પોરબંદર તથા રોટરેક્ટ ક્લબ ઓફ પોરબંદર દ્વારા વિશ્વ વિભૂતિ શ્રી સ્વામી
વિવેકાનંદની જન્મતિથી નિમિતે વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરી પોરબંદરનું
નામ દેશ- વિદેશમાં ગુંજતું કરનાર યુવાનોને સન્માનિત કરી યુવા દિવસની
ઉજવણી કરવામાં આવી હતી.
દર વર્ષે તા. 12 જાન્યુઆરીના રોજ દેશ-વિદેશમાં ભારતનું નામ ગુંજતું કરનાર
વિશ્વ વિભૂતિ શ્રી સ્વામી વિવેકાનંદની જન્મતિથીને યુવા દિવસ તરીકે
ઉજવવામાં આવે છે ત્યારે આ દિવસ નિમિતે દેશ-વિદેશમાં વિવિધ ક્ષેત્રમાં
પોરબંદરનું નામ ગૌરવવંતુ કરનારા યુવાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં યુવા વયે ઉદ્યોગ ક્ષેત્રે પોરબંદરનું નામ દેશ-વિદેશમાં
ગૌરવવંતુ કર્યું છે તેવા યુવા ઉદ્યોગપતિ કેતનભાઈ ગજ્જર, સમસ્ત ખારવા
સમાજના વાણોટ પવનભાઈ શિયાળ, ટ્રાયથલોનમાં પોરબંદરનું નામ ગુંજતું કરનાર
પુંજાભાઈ ગોરાણીયા,સૌરાષ્ટ્ર ઝોન લોહાણા મહાપરિષદના પ્રમુખ ગોવિંદા
ઠકરાર, ઘર ઘર સુધી યોગ અને ઉત્તમ સ્વાસ્થ્યનો સંદેશો પહોંચાડનાર કેતનભાઈ
કોટીયા, છેલ્લા 4 વર્ષથી વૃદ્ધો સુધી મફત ટિફિન પહોંચાડવાની નિરંતર સેવા
કરનાર સેવાભાવી હિતેશ કારિયા, પોરબંદરના જાણીતા સેવાભાવી અને વિવિધ
સંસ્થાઓ સાથે જોડાયેલ પ્રવીણભાઈ ખોરવાને બન્ને સંસ્થાઓ દ્વારા સન્માન
પત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પોરબંદરના
વર્તમાન ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા,પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ
મંત્રી બાબુભાઇ બોખીરીયા, ડો નીતિન લાલ, જાણીતા ધારાશાસ્ત્રી ભરતભાઈ
લાખાણી, ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ જીગ્નેશભાઈ કારિયા, ડીસ્ટ્રીકટ
ચેમ્બર ઓફ કોમર્સના અનિલભાઈ કારિયાએ ઉપસ્થિત રહી આ યુવાઓને તેમના હસ્તે
સન્માન પત્ર આપી સન્માનિત કર્યા હતા.
આ કાર્યક્રમ માં ડો સદાણીસાઇબ, ડો સુરેશભાઈ ગાંધી, JCI ફાઉન્ડર
પ્રેસિડેન્ટ લાખણશીભાઈ ગોરાણીયા, રાજેશભાઈ લાખાણી, ધર્મેશભાઈ પરમાર,
નિધિબેન મોઢવાડીયા, RJ મિલન, ડીસ્ટ્રીકટ ચેમ્બર પ્રેસિડેન્ટ જતીનભાઈ
હાથી વિગેરે મહાનુભાવો એ હાજર રહી આ કાર્યક્રમ ની શોભામાં અભિવૃદ્ધિ કરી
હતી.