લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ  રીજીયન કોન્ફરન્સ રીજીયન – 5 “आचमन” નું ભવ્ય આયોજન

તા. ૫ જાન્યુઆરી ૨૦૨૫, રવિવારના રોજ લાયન્સ હોસ્પિટલ પોરબંદર ખાતે લાયન્સ ક્લબ પોરબંદર ટ્રસ્ટ, ગ્રીન પોરબંદર તથા સદભાવના ટ્રસ્ટના સહયોગથી વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું જેમાં ડીસ્ટ્રીકટ ગવર્નર લાયન ભરતભાઈ બાવીશી, મલ્ટીપલ ડીસ્ટ્રીકટ ટ્રેઝરર લાયન હિરલબા જાડેજા, PDG વિનોદભાઈ દત્તાણી તથા રીજીયન – 5ના ચેરપર્સન લાયન નિધિબેન શાહ મોઢવાડીયા, ગ્રીન પોરબંદરના કો-ઓર્ડિનેટર  ધર્મેશભાઈ પરમાર તથા  પરાગભાઈ દ્વારા કરવામા આવ્યું હતું. ત્યાર બાદ “કંચન કોટેજ” લોહાણા મહાજન વાડીએ લાયન્સ ઇન્ટરનેશનલ રીજીયન ચેરપર્સન શ્રી નિધિ શાહ મોઢવાડિયા દ્વારા રીજીયન કોન્ફરન્સ રીજીયન – ૫ “आचमन” નું આયોજન કરવામાં આવેલ હતું. કોન્ફરન્સમાં 3232 J ડિસ્ટ્રિક્ટની લાયન્સ ક્લબ પોરબંદર, લાયન્સ ક્લબ પોરબંદર પ્રાઈડ, લાયન્સ ક્લબ જેતપુર, લાયન્સ ક્લબ માણાવદર, લાયન્સ ક્લબ ધોરાજી, લાયન્સ ક્લબ વિસાવદર, લાયન્સ ક્લબ ગોંડલ કલબોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કોન્ફરન્સ માં દરેક ક્લબ અલગ અલગ થીમ પર બેનર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ટી.બી. મુક્ત ભારત “અક્ષય”, વિઝન તથા ડાયાબિટિશ વગેરે વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રીજીયન – ૧૦ અને રીજીયન – ૧૧ માં બે – બે એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં લાયન્સ ક્લબ પોરબંદર, લાયન્સ ક્લબ માણાવદર, લાયન્સ ક્લબ ધોરાજી, લાયન્સ ક્લબ વિસાવદરનો નંબર આવેલ હતો. તદુપરાંત ક્લબની એક્ટિવિટી, લાભાર્થી, કુલ કલાકો વગેરે મુદ્દાઓની ઝોન ચેરમેનશ્રી લાયન ભાવીક કામદાર દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગને દિપાવવા માટે સુરતથી પધારેલ ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રી ભરત બાવીશી, પોરબંદરથી મલ્ટીપલ ડિસ્ટ્રિક્ટ ટ્રેઝરર લાયન હિરલબા જાડેજા, ભુજથી 1st VDG લાયન અભયભાઈ શાહ, રાજકોટથી PMCC લાયન દિવ્યેશભાઈ સાકરીયા તથા 2nd VDG ડો. હાર્દિકભાઈ મહેતા, જામનગરથી DCS લાયન નીરવ વાડોદરીયા અને લાયન ગોવિંદભાઈ ભાટુ, લાયન્સ કલબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન રૂષિતાબા પરમાર તથા કલબના તમામ હોદેદાર, તથા અમદાવાદથી PDG લાયન સુરેશભાઇ કોઠારી, PDG લાયન વિનોદભાઇ દત્તાણી, PDG લાયન એસ.કે. ગર્ગ, લીયો ડિસ્ટ્રિક્ટ ચેરમેન લાયન વિમલભાઈ, જોઇન્ટ DCS લાયન કરસનભાઈ સલેટ અને લાયન હરસુખભાઇ ડોબરીયા, PRC લાયન જીતુભાઈ ભાલોડીયા, જેતપુરથી ઝોન કોર્ડીનેટર લાયન ભાવિકભાઈ કામદાર તથા શ્રી હીરાબેન મોઢવાડિયાની સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા. MOC લાયન પ્રજ્ઞાબેન ગજ્જર, લાયન કેતનભાઈ હિંડોચા દ્વારા કરવામાં આવ્યું હતું. મહેમાનશ્રીઓને “પધારો મારે દેશ” અને ઢોલ દ્વારા અલગ અંદાજથી અને વેલકમ સોંગ “ક્યાં કહેના” અને બલૂન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દરેક માટે દોરીમાં લાયન્સ ઇન્ટરનેશનલની મુખ્ય સેવાકીય પ્રવૃતિઓના રીબીનમાં લોગો મૂકીને દરેક લોકોને જાણકારી આપવામાં આવી હતી. તદુપરાંત ડિસ્ટ્રિક્ટ ગવર્નર દ્વારા ટી.બી. મુક્ત ભારત “અક્ષય” ઉપર ગહન ચર્ચા કરવામાં આવી હતી અને દરેક રીજીયનના દરેક ક્લબમાં ટી.બી. પેશન્ટ દતક લેવામાં આવ્યા હતા. આ તકે ડિસ્ટ્રિક્ટ ગવર્નર ટીમ એ રીજીયન ચેરપર્સન લાયન્સ ઇન્ટરનેશનલ, ડિસ્ટ્રિક્ટ અને બેસ્ટ રીજીયન એક ત્રણ એવોર્ડ અને પ્રમાણપત્રો આપીને નવાજયા હતા. કોન્ફરન્સમાં પધારેલ દરેલ લાયનને રીજીયન ચેરપર્સન નિધિબેન શાહ દ્વારા વેલકમ ગિફ્ટ, મોમેન્ટો, શિલ્ડ આપીને નવાજવામાં આવ્યા હતા. અંતમાં લાયન્સ કલબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન રૂષિતાબા પરમાર દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અને આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે રીજીયન ચેરપર્સન લાયન નિધિબેન શાહ મોઢવાડિયા દ્વારા દરેક હોદેદાર તથા લાયન સભ્યોનો અને લાયન્સ ક્લબના દરેક મેમ્બરનો અંત:કરણથી આભાર માન્યો હતો.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!