ગાંધી નિર્વાણ દિન નિમિત્તે કીર્તિ મંદિરમાં પ્રાર્થના સભા યોજાઈ

કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, એસપી અને અગ્રણીઓ તેમજ નાગરિકો પ્રાર્થના સભામાં સહભાગી થયા

ગાંધી નિર્વાણ દિન નિમિત્તે આજે મહાત્મા ગાંધીના જન્મ સ્થળ કીર્તિ મંદિર ખાતે સર્વ ધર્મ પ્રાર્થના સભા નું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે તારીખ 30 જાન્યુઆરી સાંજે 5 થી 5:45 દરમિયાન યોજાયેલ સર્વ ધર્મ પ્રાર્થના સભામાં કલેકટર શ્રી કે.ડી.લાખાણી સહિતના મહાનુભાવો એ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પી હતી.
પ્રાર્થનાસભામાં કલેકટર ઉપરાંત નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.બી. ઠક્કર, પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, ઇતિહાસવિદ નરોત્તમભાઈ પલાણ, અધિક કલેક્ટર એમ.કે જોશી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઑડોદરા તેમજ અન્ય પદાધિકારીઓ અગ્રણીઓ વિદ્યાર્થીઓ નાગરિકો અને મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંકલન પ્રાંત અધિકારી સંદીપ જાદવે કર્યું હતું તેમજ નીરવ જોશી અને શિક્ષકોની ટીમે ભાવમય પ્રાર્થના ની સંગીતમય પ્રસ્તુતિ કરી હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!