બીપોરજોય વાવાઝોડામાં કેન્દ્ર સરકારે ગુજરાતને સહાય નહીં આપતા પોરબંદર કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

*મોસાળે જમણવાર અને માં પીરસનારી,તોયે મોદી સરકારની કંજૂસાઈ!*

*બીપોરજોય વાવાઝોડામાં કેન્દ્ર સરકારે ગુજરાતને સહાય નહીં આપતા પોરબંદર કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ: સાગરપુત્રોને થયેલી નુકસાની નું વળતર ચૂકવવા ક્યારે સરકાર જાગશે? ઉઠાવ્યો સવાલ*

આપણે ત્યાં એવી કહેવત છે કે મોસાળે જમણવાર હોય અને માં પીરસનારી હોય તો ક્યારેય કોઈ કમી મહેસુસ થતી નથી પરંતુ ભાજપના રાજકારણમાં આ કહેવત ખોટી પડી છે તેમ જણાવીને પોરબંદર કોંગ્રેસ દ્વારા આક્રોશ ઠાલવીને જણાવ્યું છે કે બીપોરજોય વાવાઝોડામાં કેન્દ્રએ ગુજરાતને ફદીયાની પણ સહાય આપી નથી તેથી માછીમારોને થયેલા નુકસાની નું વળતર ક્યારે ચુકવાશે? તેવો સવાલ ઉઠાવ્યો છે.

પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા એ જણાવ્યું છે કે પોરબંદર સહિત ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાએ ખૂબ જ મોટું નુકસાન સર્જ્યું હતું અને તે સમયે માછીમારોને પણ વધુ નુકસાની થઈ હતી પોરબંદરની ચોપાટી તહસ નહસ થઈ ગઈ હતી. દરિયાઈ પટ્ટી પરના મોટાભાગના ગામોમાં ખૂબ મોટી ખાના ખરાબી સર્જાઇ હતી.

રાજ્ય સરકારે બીપોરજોય વાવાઝોડાથી થયેલ નુકસાની અંગે કેન્દ્ર સરકાર પાસે 700 કરોડ રૂપિયાની સહાય માંગી હતી પરંતુ ભાજપ શાષિત ગુજરાત સરકારને ભાજપ સાહિત્ય કેન્દ્ર સરકારે ફદીઓ પણ આપ્યું નથી તે ઉપરાંત અતિવૃષ્ટિમાં પણ કેન્દ્રએ સહાય આપવાનો ઇનકાર કરીને હાથ ઊંચા કરી દીધા છે તેનાથી ગુજરાતને અન્યાય થયો છે અને વડાપ્રધાન મોદી ખુદ ગુજરાતના હોવા છતાં જો ગુજરાતને અન્યાય કરી રહ્યા હોય તો એ ભુપેન્દ્ર પટેલ સરકાર માટે પણ શરમજનક બાબત છે તેમ જણાવીને રામદેવભાઈ મોઢવાડિયા એ ભારે આક્રોશ સાથે ઉમેર્યું છે કે વર્ષ 2023 ના જુન મહિનામાં બીપોરજોય વાવાઝોડાએ પોરબંદર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં તબાહી મચાવી હતી અને જે તે સમયે ભાજપની સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ 700 કરોડ રૂપિયા ની સહાય આપવાની માંગ કરી હતી અને જણાવ્યું હતું કે માછીમારોથી માંડીને દરિયાઈ પટ્ટી પરના વિસ્તારના લોકોને વધુ નુકસાન થયું છે. તેથી તેનું વળતર ચૂકવવું જોઈએ પરંતુ તેમ છતાં ભૂપેન્દ્ર પટેલ સરકારની આ રજૂઆતને નરેન્દ્ર મોદીની સરકારે ફગાવી દીધી હોય તેમ એક રૂપિયો પણ ગુજરાતને સહાય માટે બીપોરજોય વાવાઝોડા અનુસંધાને આપ્યો નથી. તેથી રામદેવભાઈ મોઢવાડિયા એ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે વડાપ્રધાન દ્વારા ગુજરાતને તાત્કાલિક ધોરણે બીપોરજોય વાવાઝોડા અનુસંધાને સહાય જાહેર કરવી જોઈએ. કારણ કે ચૂંટણી વખતે માછીમારો નો વોટબેંક તરીકે ઉપયોગ કરતી ભાજપ સરકાર જો સાગર પુત્રોને નુકસાની ચૂકવવામાં અખાડા કરતી હોય અથવા તો હાથ ઊંચા કરી દેતી હોય તો તે બાબત ભાજપ સરકાર માટે શરમજનક છે તેમ જણાવીને રોષ વ્યક્ત કર્યો છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!