મંડેર ગામે કોળી સમાજ વાસણ પરિવાર દ્વારા ભક્ત શિરોમણી સ્વ, કરસન બાપા ની નવમી પુણ્ય તિથિ એ માતાજીના માંડવા નું ભવ્ય આયોજન :
મંડેર ગામે કોળી સમાજ વાસણ પરિવાર દ્વારા ભક્ત શિરોમણી સ્વ, કરસન બાપા ની નવમી પુણ્ય તિથિ એ માતાજીના માંડવા નું ભવ્ય આયોજન : સર્વનિદાન કેન્પ સાથે રક્તદાન કેન્પ પણ યોજાશે સમસ્ત ગામસમૂહ ભોજન લેશે પોરબંદર : પોરબંદર ના મંડેર ગામે કોળી સમાજ વાસણ પરિવાર દ્વારા ભક્ત શિરોમણી સ્વ, કરસન બાપા ની નવમી પુણ્ય તિથિ એ માતાજીનો માંડવો, સર્વરોગ નિદાન કેન્પ, રક્ત દાન કેન્પ સહીત ના વિવિધ કાર્યક્રમો નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે

મંડેર ખાતે આવેલ શ્રી રામદેવજી મંદિર ખાતે તા 22/1/25 ને બુધવારે શ્રી માતાજી ના માંડવા માં વિવિધ કાર્ય ક્રમ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં સવારે 10કલાકે સામૈયા,, બપોરે 3-30 કલાકે વાસણ પરિવારના સેવા કર્મીઓ નું અભિવાદન, સાંજે 5-30 કલાકે સમસ્ત ગામનું સમૂહ ભોજન, સાંજે 8-00 વાગે ધાર પીપળા ગામના જાણીતા શ્રી પ્રવીણ ભાઈ રાવળ ડાક -ડમરુ સાથે બેઠક, રાવળ દેવનો કાર્ય ક્રમ યોજાશે બાદ શ્રી મહાકાળી માતાજી ના સાનિધ્ય માં અને ભુવા આતા શ્રી ઉકા આતા, અને ભુવા આતા શ્રી ભીમા આ તા ની ઉપસ્થિતિ માં શ્રી માતાજી ના માંડવા નૉ મંગળ પ્રારંભ થશે
જૂનાગઢ જિલ્લા પંચાયત ના આરોગ્ય ખાતા ના ચેરમેન શ્રી સોમત ભાઈ આલા ભાઈ વાસણ અને સેવા કર્મી શ્રી જીવા ભાઈ વાસણ ની પ્રેરક ઉપસ્થિતિ માં યોજાનાર આ ધાર્મિક ઉત્સવ ના અવસરે કુતિયાણા તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ શ્રી ભુપત ભાઈ વાસણ,પી. એસ આઈ શ્રી મેરુ ભાઈ વાસણ,, શ્રી હીરા ભાઈ વાસણ, સરપંચ શ્રી ગોવિંદ ભાઈ વાસણ ( વડાળા ), સરપંચ શ્રી કરશનભાઇ વાસણ (ખેરા ), સમાજ શ્રેષ્ઠિ શ્રી હીરાબાપા (પાટણ ), ડૉ. ઈશ્વરભાઈ ભરડા રાજકોટ દ્વવારાકા ધીસ હોસ્પિટલ ના ટ્રષ્ટી શ્રી કમલેશભાઈ ડાકી, શ્રી કરશન ભાઈ વાસણ, શ્રી ભરત ભાઈ ગરેજા તેમજ સમાજના અગ્રણીઓ સહીત સમસ્ત વાસણ પરિવાર ના અગ્રણીઓ ઉપસ્થિત રહશે
આ તકે કેશોદ ખરેડા ની શ્રી દ્વવારાકા ધીસ મલ્ટી સ્પેશિયા લિસ્ટ હોસ્પિટલ દ્વારા મંડેર ખાતે નિ :શુલ્ક સર્વ રોગ નિદાન -રક્ત દાન કેન્પ નું તા 22/1/25 બુધવાર ના રોજ બપોરે 3 થી રાત્રે 10 કલાક સુધી આયોજન કરવા પણ આવેલ છે જેમાં હાડકા વિભાગ (ડો જીતેન્દ્ર કામરીયા ), એમ. ડી વિભાગ (ડો પ્રભાત પરમાર), જનરલ વિભાગ (ડો કેતન ચોપડા, ડો જીજ્ઞેશ ભાઈ ડાકી ), શ્રી સ્ત્રી રોગ વિભાગ ( ડો નેહા દરબાર ), બાળ રોગ વિભાગ (ડો વિશાખા ગરેજા ), કસરત વિભાગ (ડો ધૃતિ ચૌહાણ ) લેબોરેટરી ( શ્રી કમલેશભાઈ ડાકી ) સેવા આપશે દર્દીઓને ત્રણ દિવસ ફ્રી દવા આપવામાં આવશે આની સાથે રક્ત દાન કેન્પ નું આયોજન પણ રાખેલ છે બાળકો થી લઈને તમામ રોગોના નિષ્ણાંત ડોકટરો તથા એમ. ડી ડોકટરોની ટિમ હાજરી આપશે દર્દીઓને લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે મંડેર ખાતે કોળી સમાજ સમસ્ત વાસણ પરિવારના ભાઈ બહેનો ને ઉપસ્થિત રહેવા શ્રે ષ્ટિ શ્રી જીવાભાઈ વાસણ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવા માં આવેલ છે વિશેષ જાણકારી માટે મોબાઈલ નંબર 99040-88241પર સંપર્ક સાધવા નિ યાદીમાં જણાવાયું છે
