કલા મહાકુંભ અંતર્ગત જીલ્લા કક્ષાએ સ્કૂલ બેન્ડ સ્પર્ધામાં આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમે મેળવ્યું પ્રથમ સ્થાન
કલા મહાકુંભ અંતર્ગત જીલ્લા કક્ષાની સ્કૂલ બેન્ડ સ્પર્ધામાં આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આર્ય કન્યા ગુરુકુલમાં શિક્ષણની સાથે-સાથે સંગીત, નૃત્ય, હસ્તકલા વગેરે પણ શીખવવામાં આવે છે જેમાં દીકરીઓને બેન્ડમાં પણ પારંગત કરવામાં આવે છે. આ સ્પર્ધામાં ધોરણ-9 થી 11 ની 19 દીકરીઓએ બેન્ડ પ્રસ્તુત કરેલ જેમાં જમરીયા વર્ષા, પરમાર ભૂમિકા, સામંડ ભૂમિ અને ગોઢાણીયા ક્રિષ્નાએ સ્નેલ ડ્રમ વાગડયું હતું તથા વાજા મિતલ, ખેર મિતિક્ષા, રંગપરા હેતલ, ગોધાવાળા સોમ્યાએ નાનું બેઈઝ ડ્રમ વગાડ્યું હતું. તો જાડેજા ધ્રુવીબા, જાદવ શ્રીયા, કારાવદરા કાજલ તથા બદ્રકિયા પ્રિયાએ મોટું બેઈઝ ડ્રમ વગાડ્યું હતું. આ બધાજ ડ્રમની સાથે પાઠક માલવી તથા ઠાકર હસ્તીએ બ્યૂગલ વગાડ્યું હતું તો સુખડીયા મૈત્રીકા અને ડોડીયા મહેકે ઝાંઝ વગાડી હતી અને ડોડીયા વૃતિ તથા રંગપરા દિવ્યાએ ઘૂઘરા વગાડ્યા હતા. આ સમગ્ર ટીમને એક સૂત્રે બાંધનાર કેપ્ટનની ભૂમિકા રાયકુંડલિયા પ્રાંજલે ભજવી હતી આ બેન્ડ ટીમને સંગીતગુરુ જગદીશભાઈ વાઘેલા તથા હર્ષાબેન દેસારીએ ખૂબ મહેનત અને લગનથી તૈયાર કરી હતી જીલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાએ જવા પસંદગી પામેલ આ બેન્ડ ટીમને તથા તેમના સંગીતગુરુ જગદીશભાઈ તથા હર્ષાબેનને ટ્રસ્ટી જુહીબેન ચાવલા, કમલબેન મહેતા, ઉમાબેન મહેતા, સેક્રેટરી સુરેશભાઈ કોઠારી તથા યોગેશભાઈ શાહે શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા એમ આચાર્યા ડૉ.રંજના મજીઠીયાએ જણાવ્યું હતું.

