મોકરસાગરનું મહેમાન બન્યું ઇજિપ્તિયન ગીધ (ફોટો સ્ટોરી :વિક્રાંતસિંહ ઝાલા)

ફોટો અને આલેખન વિક્રાંતસિંહ ઝાલા

પક્ષીનગર તરીકે આગવી ઓળખ ધરાવતા આપણું શહેર પોરબંદરમાં પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ પક્ષીપ્રેમીઓ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરો માટે સ્વર્ગ સમાન તથા લોકપ્રિય સ્થાન ધરાવે છે.દેશ વિદેશ થી પક્ષીઓ પોરબંદર તથા આસપાસના વિસ્તારોમાં આવે છે. જેમાં કેટલાક અલભ્ય પક્ષીઓનો પણ સમાવેશ થાય છે

પીરબંદરના મોકરસાગર વેટલેન્ડ વિસ્તારમાં * ઇજિપ્તિયન ગીધ / ખેરી ગીધ’ નામનું પક્ષી જોવા આવ્યું હતું. આ  પોરબંદર વિસ્તારમાં પ્રથમ વખત જોવા મળેલ તથા તેનો આ પ્રથમ ફોટોગ્રાફિક રેકોર્ડ માનવામાં આવે છે. પુખ્ત પક્ષીનો દેખાવ સફેદ રંગનો તથા પહેરો પીળા રંગ નો હોય છે. જયારે અપુખ્ત / જુવેનાઇલ નો રંગ ભૂખ: રંગનો હોય છે. ઊડતી વખતે પૂંછના ભાગમાં ફાચર જેવો આકાર દેખાય છે.

આ પક્ષી કુદરતી સફાઈ કામદારની ભૂમિકા ભજવે છે. જેનો આહાર મરેલા ઢોર, સસ્તન પ્રાણીઓ. સરીસૃપ વગેરે હોય છે. આ પક્ષીની વિશેષતા એ છે કે તે પથ્થરનો ઉપયોગ હથોડી ની જેમ કરી પોતાના શિકારના નાના ભાગ કરીને ખાય છે. તેની ચાચ માસ ને ચીરી ખાવા માટે સક્ષમ છે.

મોકરસાગર વેટલેન્ડ માં બડિંગ દરમિયાન આ પછી પક્ષીવિદ દિનેશભાઈ કારેણા તથા ધવલભાઈ  ભૂતિયા દ્વારા ઓળખ  કરવામાં આવી હતી જે અંગે જાણ કરતા વિક્રાંતસિંહ ઝાલા દ્વારા આ પક્ષીનો કોટોગ્રાફીક રેકોર્ડ લેવામાં આવ્યો હતો. પોરબંદરના પ્રાંત અધિકારી એસ. જે. જાદવ સાહેબ, પંકજ અગ્રાવત, રાજુભાઈ ખોડભાયા, ભાસ્કરભાઈ થાનકી એ પણ આ પક્ષીને મોકરસાગર વેટલેન્ડમાં જોતા ખુશખુશાલ થઇ ગયા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!