ગુરુકુલ મહિલા કોલેજમાંએનસીસી તથા એનએસએસના સંયુક્ત ઉપક્રમેપ્રજાસત્તાક પર્વની ઉજવણી
ભારત દેશ આઝાદીનો અમૃત મહોત્સવ પર્વ આન, બાન અને શાનથી ઉજવી ચૂક્યો છે ત્યારે વિદ્યાર્થીનીઓ આઝાદીની અસ્મિતાને સમજી રાષ્ટ્રવાદ સાથે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપે તે હેતુ સાથે કોલેજમાં એનસીસી અને એનએસએસના સંયુક્ત ઉપક્રમે ૭૬માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના આઈક્યુએસી મેમ્બર શ્રી નરેન્દ્રસિંહ રાણા ચીફ ગેસ્ટના રૂપમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાન નરેન્દ્રસિંહ રાણાના હસ્તે ધ્વજ વંદન સાથે કરવામાં આવેલી. એનસીસી એએનઓ ડૉ.શર્મિષ્ઠાબેન પટેલે તેમનો પરિચય કરાવતા કહેલું કે, નરેન્દ્રસિંહ રાણા પોરબંદર ભારતીય જનતા પક્ષના પૂર્વ વાઈસ પ્રેસીડન્ટ, સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપની લીમીટેડના એક્સપોર્ટ ઓફિસર અને જાણીતા ક્રિકેટર અને ક્રિકેટ પ્રેમી પણ છે. તેઓએ અન્ડર ૧૫, અન્ડર ૧૯, અન્ડર ૨૨ લેવલમાં પોરબંદર જિલ્લા અને સૌરાષ્ટ્ર સીનીયર ક્રિકેટ ટીમમાં પણ પ્લેયરના રૂપમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું. તેઓની રમતપ્રિયતાને કારણે તેઓ વર્તમાનમાં પોરબંદર ડીસ્ટ્રીકટ રૂરલ ક્રિકેટ એસોસીએશનના વાઈસ પ્રેસીડન્ટ પદ પર સન્માનભર્યું સ્થાન પામ્યા છે. પોરબંદર જિલ્લા ક્ષેત્રમાં પોતાના કાર્યો થકી અમી વરસાવનાર સન્માનનીય શ્રી નરેન્દ્રસિંહ રાણાજીની જીવનયાત્રા શિક્ષણ, સમાજ, ઉદ્યોગજગત, રાજકારણ, સેવા અને સત્કાર્યોના વિવિધ પ્રવાહમાં વહેતી રહી છે. રમતગમતનું ક્ષેત્ર તેમના જીવનનું કેન્દ્રબિંદુ રહ્યું છે. તેમના ઉત્તમ નેતૃત્વને પારખી ગયેલી પોરબંદરની પ્રજાએ આપને ઉપરોક્ત તમામ ક્ષેત્રમાં સુકાની તરીકે સ્વીકારી સન્માન્યા છે. તો ગુરુકુળ મહિલા આર્ટસ & કોમર્સ કૉલેજમાં છેલ્લા સાત વર્ષથી કોલેજના આઈક્યુએસી મેમ્બર રહીને સંસ્થાને તેઓએ અવિસ્મરણીય સમય, સાથ, અને સહયોગ આપ્યો છે. તેમના સાનિધ્ય થકી સંસ્થા અનેકવાર ઉર્ધ્વગતિને પામી છે અને સ્વસન્માનને પણ જાળવી શકી છે.
ગુરુકુળ મહિલામાં ઉજવાઈ રહેલ ૨૬મી જાન્યુઆરીના ૭૬માં ગણતંત્ર દિવસમાં ચીફ ગેસ્ટ રૂપમાં ઉપસ્થિત શ્રી નરેન્દ્રસિંહ રાણાનું કોલેજના પ્રિન્સીપાલ ડૉ અનુપમભાઈ નાગર સાહેબ દ્વારા મોમેન્ટો અને સુતમાલાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
એનસીસી કેડેટે દ્વારા તેઓની સમક્ષ પરેડ રજૂ થયેલી અને તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવેલ. ચીફ ગેસ્ટના સ્થાનેથી શ્રી નરેન્દ્રસિંહ રાણાએ ગુરુકુલ મહિલા કોલેજની પ્રવૃત્તિઓને અને દીકરીઓની પ્રગતિને આવકારી હતી. તેઓએ વિદ્યાર્થીકાળના પોતાના સ્મરણોને યાદ કરતા કહેલું કે, ‘પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે’ માટે પુરુષાર્થ કરતા રહેવું અને આ તપોભૂમિમાં વધુને વધુ જ્ઞાન પ્રાપ્ત કરી પોતાની કારકિર્દી ઘડવા તથા રાષ્ટ્ર વિકાસમાં પોતાનું યોગદાન આપવા અપીલ કરી હતી.

આ કાર્યક્રમના પ્રથમ ભાગમાં આભાર દર્શન એનસીસી મેમ્બર ડૉ. ઇલુબેન ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના બીજા ભાગમાં એનએસએસના યુનિટ-૧ના પ્રોગ્રામ ઓફિસર ડૉ.રાજેન્દ્ર ચૌધરી દ્વારા એનએસએસના સ્પેશ્યલ કેમ્પનું ચીફ ગેસ્ટ નરેન્દ્રસિંહ રાણા સાહેબના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને સહુ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તો એનએસએસના યુનિટ-૨ના પ્રોગ્રામ ઓફિસર ડૉ. નમ્રતા સામાણીએ સાંસ્કૃતિક કાર્યક્રમનો દોર સંભાળ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં જ એનએસએસના યુનિટ-૨ના પ્રોગ્રામ ઓફિસર તરીકેના પદ ઉપરથી નિવૃત્ત થઇ રહેલા ડૉ.કેતકી મેડમને વિદાય સન્માન આપવામાં આવેલું તો એનએસએસ યુનિટ-૨ના નવ નિયુક્ત પ્રોગ્રામ ઓફિસર ડૉ.નમ્રતા સામાણીનું સ્વાગત કરવામાં આવેલ. ત્યારબાદ ચીફ ગેસ્ટ શ્રી નરેન્દ્રસિંહ રાણા સાહેબનું એનએસએસ વિભાગ દ્વારા સુતમાલા અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું.
એનએસએસ વિભાગ આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં વેદમંત્રગાન, ભરતનાટ્યમ- વંદે માતરમ, વ્યાખ્યાન- શહીદો કી શહાદત, કવિતા- શહિદ-એ-આઝમ ભગતસિંહ, કૂચગીત- તાકત વતન કી, દેશભક્તિ ગીત- સત્યમ શિવમ સુંદરમ, વ્યાખ્યાન- Our Constitution, સમૂહ ગીત- મમ ભારત દેશ, નાટક- તાજ અટેક, સમૂહ ગીત- we shall overcome, તલવારરાસ, દેશભક્તિ ગીત, ડાન્સ- મીટ્ટીમે મીલજાવાં રિમિક્સ, મોનોલૉગ- રાની લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપે, સેમી ક્લાસિકલ ડાન્સ- હે કથા સંગ્રામ કી, ડાન્સ- સુનો ગૌર સે દુનિયાવાલોની ખુબ સુંદર પ્રસ્તુતિઓ કરવામાં આવેલ હતી.
તમામ પ્રસ્તુતિઓ નિહાળી ભાવવિભોર બનેલ મુખ્ય અતિથિ શ્રી નરેન્દ્રસિંહ રાણા સાહેબ તરફથી ૫,૧૦૧/- તેમજ ડો. કેતકીબેન પંડ્યા તરફથી ૪,૧૦૧/- રોકડ પુરસ્કાર કોલેજને આપવામાં આવેલ.
આ ઉપરાંત એનસીસીમાં રેન્ક પ્રમોશન પ્રાપ્ત કરેલ કેડેટને તેઓના માતા-પિતા અને મહેમાનશ્રી શ્રી નરેન્દ્રસિંહ રાણા, કોલેજના પ્રિન્સીપાલ ડૉ અનુપમભાઈ નાગર, કૉલેજના આઈકયુએસી મેમ્બર શ્રી સમીર તેજુરાના હાથે રેન્ક પહેરાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન અને સ્વાગત પ્રવચનમાં કોલેજના પ્રિન્સીપાલ ડૉ અનુપમભાઈ નાગરે NATIONનો અર્થ સમજાવ્યો હતો તેમણે કહેલું કે, આ શબ્દમાં N નો અર્થ રાષ્ટ્ર થાય છે અને આ શબ્દ Nથી શરુ થાય અને અંત પણ Nથી થાય છે વચ્ચેના શબ્દોમાં Aનો અર્થ એક્ટીવ, Tનો અર્થ થોટ /વિચાર, Iનો અર્થ આઇડેન્ટિટી, Oનો અર્થ ઓર્ડર એમ જણાવીને રાષ્ટ્ર માટે સમર્પિત વ્યક્તિત્વ કેવું હોય તે સમજાવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સીપાલ ડૉ. અનુપમભાઈ નાગર સાહેબના માર્ગદર્શન હેઠળ એનએસએસ અને એનસીસી વિભાગ દ્વારા કરવામાં આવેલું તો આભાર દર્શન ડૉ. નમ્રતા સામાણીએ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સહજ અને સુચારુ સંચાલન કુ. રિદ્ધિ નકુમ, કુ.મયુરી રાણાવાયા, કુ.પ્રિયા વારાએ કરેલું અને ફોટો વ્યવસ્થા કુ.શ્વેતા ભોગાયતા અને કુ.ખુશી જોશીએ સંભાળી હતી. જરૂરી વ્યવસ્થા માટે શ્રી બીનાબેન દત્તાણીએ સેવા પૂરી પાડી હતી. આ ઉજવણીમાં સૌ અધ્યાપક મિત્રો તથા ઓફીસ સ્ટાફ અને વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તો એનએસએસ અને એનસીસીના રાષ્ટ્રીય ગીતથી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
