પોરબંદર પોલીસ વિભાગના કર્મચારીઓ અને તેમના પરીવારજનો માટે સર્વરોગ ફ્રી નિદાન મેડિકલ કેમ્પયોજાયો


ગઈકાલે તા.૨૪-૦૧-૨૦૨૫, શુક્રવારના પોરબંદર પોલીસ શહેર ડીવીઝનના તમામ પોલીસ સ્ટેશનનાં અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરીવારજનો માટે નિરવભાઈ દવેની સંસ્થા ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટ અને કમલાબાગ પોલીસ સ્ટેશનનાં પી. આઈ. રાજેશ કાનમીયા તરફથી સર્વ રોગ ફ્રી નિદાન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
જે કેમ્પમાં પોરબંદરના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબ, આસીસ્ટન્ટ પોલીસ અધિક્ષક વી.સાહિત્યા સાહેબ, માન.ધારાસભ્ય અર્જૂનભાઈ મોઢવાડિયાજી, સીટી ડી.વાય. એસ.પી ઋતુ રાબા , ગ્રામ્ય ડી.વાય. એસ.પી સુરજીતભાઈ મહેડું, ડી.વાય. એસ.પી સુતરીયા તેમજ પોરબંદર શહેરના તમામ પોલીસ સ્ટેશનના પી.આઈ તથા પી.એસ.આઇ તથા ખ્યાતનામ ડોક્ટરો સુરેશ ગાંધી (એમ.ડી), ડો. દિનેશ ભરાડ સાહેબ (ઓર્થોપેડિક સર્જન) ડો. મોનાબેન પુરોહિત (ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ), ડો. કૃણાલ ગોઢાણીયા સાહેબ (એમ.ડી), ડો. યશસ્વી બદીયાણી સાહેબ (આંખના સ્પેશિયાલિસ્ટ), ડો. જય બદીયાણી સાહેબ (બાળકોના સ્પેશિયાલિસ્ટ),
ડો. પારસ મજીઠીયા (ગાયનેક), ડો.પરાગ મજીઠીયા સાહેબ (દાંતના સ્પેશિયાલિસ્ટ), ડો.રામ ઓડેદરા (નાક/કાન સ્પેશિયાલિસ્ટ),
ડો. વાઝા સાહેબ સહિત ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને મેનજીંગ ટ્રસ્ટી નિરવભાઈ દવે, કાઉન્સિલર ધવલભાઈ જોષી, મંત્રી દેવેન્દ્રભાઈ પંડયા, દેવવ્રતભાઈ જોષી, તથા કારોબારી સભ્યો પ્રકાશભાઈ ત્રિવેદી(કાનાભાઈ), હરપાલસિંહ સરવૈયા, જયેશભાઈ જોષી, કિશોરભાઈ પંડ્યા, સુરેશભાઈ દવે, સંજયભાઈ માળી, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ મીતાબેન થાનકી, રાહુલભાઈ મોરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
