સગીર છોકરીને ભગાડી જવાના ચકચારી કેસમાં આરોપીને નિર્દોષ છોડતી પોરબંદર કોર્ટ

હાલ પોસ્કોના કેસમાં સમગ્ર ભારતમાં અનેક ભગાડી જનારને આજીવન કેદની સજા કરવામાં આવતી હોય ત્યારે પોરબંદરની કોર્ટમાં ચાલેલા કેસમાં ભોગ બનનારની જન્મ તારીખ ફરીયાદ પક્ષ સાબીત ન કરી શકતા કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે.

બનાવની વિગત મુજબ ભોગ બનનારના પિતા દ્વારા પોતાની સગીરવયની દિકરી ભાગી ગયેલ હોવાની ફરીયાદ ૨૦૨૦ માં લખાવેલી હતી. અને ત્યારબાદ લાંબા સમય પછી ભોગ બનનાર તથા તેની સાથે પ્રેમ સંબંધ રાખનાર ભરત બળવંત મોરી ને પોલીસે પકડી લીધેલા હતાં. અને ત્યારબાદ પોરબંદરની પોસ્કો કોર્ટમાં કેસ ચાલી જતા અને ભોગ બનનારે નામદાર કોર્ટની જુબાનીમાં આરોપી તેને લલચાવી ફોસલાવી ભગાડી ગયેલ હોય અને તેની ઈચ્છા મરજી વિરૂધ્ધ તેની ઉપર બળાત્કાર કરેલ હોવાની જુબાની નામદાર કોર્ટમાં આપેલી હતી. અને ભૌગ બનનાર ના પિતાએ પણ આ કામના આરોપી પોતાની સગીરવયની દિકરીને ભગાડી ગયેલા હોવાની વિગત જણાવેલી હતી. અને તે રીતે ફરીયાદી તથા ભોગ બનનારે નામદાર કોર્ટમાં જુબાની આપતા પરંતુ ઉલટ તપાસમાં આરોપીના એડવોકેટ ભરતભાઈ લાખાણી એ પુછેલા જવાબમાં ફરીયાદીએ પોતે પોતાને દારૂ પીવાની ટેવ હોવાનું અને ક્યારેક કયારેક દારૂ પીતા હોવાનું અને પોતા પાસે દારૂ પીવાનું કોઈ લાયસન્સ ન હોવાનું અને આરોપી જે તે વખતે તેના નોકરીના ઉપરી અધિકારી હોવાનું જ કબુલ રાખેલુ હતું. એટલુ જ નહીં ભોગ બનનારની ઉલટ તપાસમાં પણ પુછેલા પ્રશ્નોમાં તેના હાલ લગ્ન થઈ ગયેલ હોવાનું અને સાસરે હોવાનું તથા તેના પોલીસ રૂબરૂ ના નિવેદન તથા જજ સાહેબ સમક્ષ અગાઉ આપેલા નિવેદન થી સાવ જુદી જુબાની આપતા અને પોલીસ નિવેદનમાં પોતે આરોપી સાથે મંદિરમાં લગ્ન કરી લીધેલ હોવાનું પણ કબુલ રાખેલુ હોય અને જજ સાહેબ સમક્ષના નિવેદનમાં આરોપીએ બળજબરીથી શરીર સંબંધ બાંધેલ ન હોવાનું જણાવેલુ હોય ત્યારે તે તમામ બાબતો ઉલટ તપાસમાં કબુલ રાખેલી હોય એટલુ જ નહી પોલીસ દ્વારા નામદાર કોર્ટના રેકર્ડમાં ચાર્જશીટ સાથે જેતપુર નગરપાલિકાનો જન્મ-મરણ રજીસ્ટ્રારનો ઉતારો રજુ રાખેલો હતો. અને તેમાં ભોગ બનનારના નામની જાતિમાં પુરૂષ લખાયેલુ હતું. અને ફરીયાદ દાખલ થઈ ગયા બાદ ૨૦૨૨ માં ભોગ બનનારનું નામ રેકર્ડમાં લખાવેલ હોવાનું જણાતુ હતું. પરંતુ આ કોણે લખાવ્યુ ? શું કામ લખાવ્યુ ? તેની કોઈ વાસ્તવીક રજુઆત કોઈ સાક્ષી દ્વારા રજુ ન કરતા અને પાછળથી ભોગ બનનારનું નામ રેકર્ડમાં કોલે નોંધાવ્યુ તેની કોઈ વિગત રેકર્ડ ઉપરથી પુરવાર ન થતા અને તે સંબંધે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો રજુ કરતા અને જેમાં હાઈકોર્ટ દ્વારા જન્મનું પ્રમાણપત્ર પુરવાર થવુ જરૂરી હોય પરંતુ હાલના કીસ્સામાં જેતપુર નગરપાલિકાના રેકર્ડમાં ફરીયાદ સમયે ભોગ બનનારનું કયાંય નામ લખેલ ન હોય અને ત્યાં જાતિમાં ” પુરૂષ લખેલુ હોય અને પાછળથી નામ લખાવેલ હોવાનું એટલે કે, ફરીયાદીના પુત્રના જન્મનો દાખલો હોય તેમાં ભોગ બનનારનું નામ લખાવી ખોટી રીતે સગીર હોવાની શંકા એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્રારા પુરવાર કરી દેતા નામદાર એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ શ્રી પઠાણ સાહેબ દ્વારા જન્મનો દાખલો પુરવાર થતો ન હોવાના કારણે અને ભોગ બનનારે તેના પોલીસ રૂબરૂ નિવેદનમાં તથા અગાઉ જજ સાહેબ સમક્ષના નિવેદનમાં આરોપી સાથે પ્રેમ સંબંધ હોવાનું કબુલ રાખેલું હોય ત્યારે આ તમામ બાબતો ધ્યાને રાખી નામદાર કોર્ટ દ્રારા આરોપીને આ ગુન્હાના કામે છોડી મુકવાનો હુકમ કરેલ છે. અને તે રીતે પોસ્કોના કેસમાં જન્મ તારીખ પુરવાર કરવી મેન્ડેટરી હોવાનું આ ચુકાદાથી પ્રસ્થાપીત થયેલ છે.

આ કામમાં આરોપી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દિપકભાઈ ભી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, નવધણ જાડેજા, ભુમી વરવાડીયા, ચાંદની મદલાણી, રમેશ ગોઢાણીયા રોકાયેલા હતાં.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!