પોરબંદર એકેડમિક એસોસીએસન દ્વારા યોજાયેલ BEAT THE EXAM સેમિનાર ભવ્ય સફળતા સાથે સંપન્ન


29મી જાન્યુઆરી 2025 ના રોજ પોરબંદર શૈક્ષણિક સંઘ દ્વારા પોરબંદર પ્રદેશના 10મા બોર્ડના વિદ્યાર્થીઓ માટે બીટ ધ એક્ઝામ પર સેમિનારનું હોટેલ લોર્ડ્સ ઈંન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે હતું, જેમાં વિદ્યાર્થીઓને રીટર્ન ગિફ્ટ તરીકે તમામ વિષયના 2 પેપર સેટ અને ગણિત અને વિજ્ઞાન વિષયના મહત્વના પ્રશ્નો આપવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીઓ ને બોર્ડ ની પરીક્ષા માં મદદ રૂપ થાય. ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ એ આ સેમિનાર નો લાભ લીધું હતું. જેમાં સેમિનાર નું મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની ઉર્જા વધારવાનો અને તેમના મનમાંથી બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવાનો હતો. સમગ્ર કાર્યક્રમ સ્વસ્તિક સ્કૂલ રાજકોટ દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યો હતો- આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા, સ્વસ્તિક સ્કૂલના ડિરેક્ટર અને સ્થાપક મિ. અલ્પેશ જોષીએ વિદ્યાર્થીઓને પ્રેરક સેમિનાર પહોંચાડ્યો હતો અને કારકિર્દી માટે માર્ગદર્શન આપ્યું હતું, અલ્પેશ જોશી જાણીતા મોટિવેશનલ સ્પીકર અને કરિયર કાઉન્સેલર છે. પોરબંદર એકેડેમિક એસોસિએશન દ્વારા સ્વસ્તિક સ્કૂલ – રાજકોટના તમામ સભ્યોનું તથા સારસ્વત બ્રહ્મા જ્ઞાતિ સમાજ ના પ્રેસિડેન્ટ નું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વસ્તિક સ્કૂલ ના શ્રી અલ્પેશ જોષી, શ્રી જીતેશ આશનની તથા શ્રી હર્ષ પંડ્યા દ્વારા પણ પોરબંદર એકેડેમિક એસોસિએશનના તમામ કોર કમિટીના સભ્યો પ્રેસિડેન્ટ ગીતા ચંદાની, વાઇસ પ્રેસિડબજાવતા વિપુલ દાસની, જેનરલ સેક્રેટરી કૃણાલ ચંદારાણા, જોઈન્ટ સેક્રેટરી નિકુંજ પંચમતીયા તથા ટ્રેઝરર પ્રોફેસર આકીબ હામદાણી પ્રોજેક્ટ હેડ રજુ રાયઠઠા સર અને નિલેશ ચાંદની સર નું કાર્યક્રમના સફળ સંચાલન અને વ્યવસ્થા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સેમિનાર ની રોનક માં વધારે ઓ કરવા સારસ્વત બ્રહ્મા જ્ઞાતિ સમાજ ના પ્રેસિડેન્ટ અને અન્ય મેમ્બર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા, સારસ્વત બ્રહ્મ જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ ના પ્રેસિડેન્ટ તથા જનરલ સેક્રેટરી ડો. ચેતન શાસ્ત્રી એ પણ સ્વસ્તિક સ્કૂલ ના ડિરેક્ટર અલ્પેશ સર, પોરબંદર એકેડેમિક એસોસિએશનના પ્રમુખ શ્રીમતી. ગીતા ચંદાની, અને PAA ના સક્રિય સભ્ય, મિ. નિલેશ ચંદાની ને સન્માનિત કાર્ય હતા. પ્રોફેસ્સર આકીબ હમદની એ સેમિનાર ના વક્તા તરીકે ની ફરજ બજાવી હતી.
