દ્વારકા થી સોમનાથ સમુદ્ર માર્ગે કયાકિંગ યાત્રા પર નિકળેલા “કેન્સર કેર ફાઉન્ડેશન” નાં કેન્સર વોરીયર્સ નું પોરબંદર ને આંગણે સ્વાગત કરાયું


દ્વારકા થી સોમનાથ સમુદ્ર માર્ગે કયાકિંગ યાત્રા પર નિકળેલા “કેન્સર કેર ફાઉન્ડેશન” નાં કેન્સર વોરીયર્સ મિત્રો આજે પોરબંદર ને આંગણે આવતા તેમનુ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ ફુલહાર અને સુતરની આંટી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યુ હતુ કેન્સર જાગૃતિ માટે દરિયો ખેડનાર કેન્સર વોરીયર્સને બિરદાવામાં આવ્યા હતા
એશિયાનું સૌથી મોટું જાગૃતિ અભિયાન, જ્યાં 13 કેન્સર સર્વાઈવર્સ સમુદ્રી માર્ગે પોતાની હિંમત અને આશાનો સંદેશ આપતા 25 જાન્યુઆરી 2025થી 4 ફેબ્રુઆરી 2025 (વિશ્વ કેન્સર દિવસ) દરમિયાન દ્વારકાથી સોમનાથ સુધી દરિયાઈ કાયકિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કેન્સર વોરીયર્સ દરિયો ખેડી અને પોરબંદર આવતા તેમને આવકારવામાં આવ્યા હતા ચોપાટી ખાતે ઘુઘવાતા સમુદ્ર કિનારે સવારના સમયે શ્રી રામ સી સ્વિમિંગ કલબ, રોટરી કલબ અને ઇનરવ્હીલ કલબના પ્રમુખ અને સભ્ય દ્રારા કેન્સર વોરીયર્સનુ ફુલહાર અને સુતરની આંટી વડે સન્માન અને સ્વાગત કરવામાં આવ્યુ હતુ
કેન્સર વોરીયર્સના અશ્વિનભાઇ સોલંકીએ એવુ જણાવ્યુ હતુ કે કેન્સર અંગે તમામ પ્રકારની જાગૃતિ ફેલાવવાનાં હેતુથી સક્રિય આ ફાઉન્ડેશન નાં તમામ મિત્રો કેન્સર ને હરાવી અને સ્વસ્થ જીવન વિતાવી રહ્યાં છે અને પોતાના અનુભવો દ્વારા લોકોને કેન્સર અંગે શરૂઆત ની ચકાસણી તથા તબક્કાવાર સારવાર/કાળજી અને માનસિક મજબૂતી કેળવવા સહાયરૂપ બની રહ્યાં છે ખાસ કરીને દરિયાકાંઠાના ગામોમાં કેન્સર અંગે જાગૃતિ આવે તેવા આશયથી દ્રારકાથી સોમનાથ સુધી દરિયાઈ કાયકિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.દરિયાકાંઠાના ગામોમાં રોકાણ કરી અને કેન્સર જાગૃતિ અંગેનુ માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે .દરેક ગામોમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જયારે કાયકિંગનો દ્રારકાથી પ્રારંભ કર્યો ત્યારે પ્રથમ દિવસે થોડી તકલીડ પડી પરંતુ ચાર દિવસની સફર હવે રોમાંચક બની રહી છે. હજુ સોમનાથ સુધીની યાત્રા બાકી છે.ત્યારે દરિયાકાંઠાના ગામોમાં રોકાણ કરી અને કેન્સર જાગૃતિ અભિયાનને વધુ વેગવંતુ બનાવીશુ પોરબંદરના આંગણે સંસ્થા દ્રારા અને નગરજનો દ્રારા જે આવકાર આપવામાં આવ્યો તેમણે આમારો જુસ્સો વધાર્યો છે. સન્માન અને સ્વાગત કરનાર સંસ્થા પ્રત્યે કેન્સર વોરીયર્સે આભારની લાગણી વ્યકત કરી હતી
