રક્ષા મંત્રાલય દ્વારા આયોજીત ડિફેન્સ એક્સપો – 2022માં શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિદ્યાલયના વિદ્યાર્થીઓની મુલાકાત
રક્ષા મંત્રાલય ભારત સરકાર દ્વારા પોરબંદર ખાતે ડિફેન્સ એક્સપો – 2022 નું આયોજન કરવામાં આવેલ છે. તેમા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિદ્યાલય છાંયા-પોરબંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિધાર્થીઓને આ કાર્યક્રમ નિહાળવા માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યા વિદ્યાર્થીઓને સૌ પ્રથમ ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળનું સંયુકત સાહસ છે. અને ભારતીય કોસ્ટ ગાર્ડને લીડ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. જે અંતર્ગત પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે મુલાકાતીઓ માટે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકદળના જહાજો ખુલ્લા મુકવામાં આવેલ છે. જેના દ્વારા યોજાયેલ શસ્ત્ર સરંજામો અને અત્યાધુનિક મશીનરી અને સેન્સર સાથે પ્રદર્શન નિહાળેલ ત્યારબાદ વિદ્યાર્થીઓને કમાન્ડો દ્વારા વિવિધ શીપો જેવી કે સજગ, સમુદ્રપાવક, સાથૅક, કરુવા, નાશક, આઇ. એન. એસ. બેટવા માં તેમના કાર્ય વિશે માહિતી મેળવી હતી અને શીપના શસ્ત્ર સરંજામ વિશે માહિતી મેળવી હતી.
.