શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર અને પોરબંદર ટ્રાફિક પોલીસ દ્વારા ઍક્સિડન્ટ અટકાવવા ગાયોને રેડિયમ પટ્ટા પહેરાવ્યા
શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર અને પોરબંદર ટ્રાફિક પોલીસ દ્વારા ગાયો માટેના રેડિયમ પટ્ટા નું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું આપણે સૌ જાણીએ છીએ કે હાઈવે ઉપર તેમજ રાજમાર્ગો પર વારંવાર પશુઓના લીધે અકસ્માત થતા હોય છે રાત્રિના સમયમાં પશુઓ વાહન ચાલકોને દેખાતા ન હોય તેના લીધે અવારનવાર અકસ્માત થતા હોય છે થોડા સમય પહેલા શ્રી મહાપરિષદ યુવા સંઘના યુવાનો દ્વારા વનાળા ટોલ પ્લાઝા પાસે આવેલ હાઇવે પર આ પટ્ટાઓ બાંધવામાં આવ્યા હતા અકસ્માત અટકાવવા માટે શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર તેમજ પોરબંદર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આ ખાસ કામગીરી કરવામાં આવી હતી આ કામગીરીમાં શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર પ્રમુખ રાજ પોપટ, હર્ષિલ મજીઠીયા, અમિત ચોલેરા, પ્રતીક ઠકરાર, ચેતન પલાણ, નિકુંજ પાબારી,હિત પોપટ, કિશન હિંડોચા, ખુશાલ લાખાણી, બીપીન મદલાણી, ચેતન કોટેચા , માધવ રાયચુરા , ભાગ્ય રતનધારા અને ટ્રાફિક પોલીસ વિભાગના પી.એસ.આઇ અઘેરા મેડમ અને ટ્રાફિક પોલીસના જવાનો જોડાયા હતા

