RTE યોજનાનો યોગ્ય અમલ કરાવવા તેમજ ઓનલાઇન ફોર્મ ભરવા માટે સમય મર્યાદા વધારવા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત,

ધનિક પરિવારના બાળકોને લાભ અને જે હક્કદાર છે તેવા સામાન્ય પરિવારના બાળકો આ યોજનાથી વંચિત રહી જાય છે તેવી વિધાર્થી નેતાની ફરિયાદ કેન્દ્રમાં ભુતપૂર્વ UPA સરકારે સામાન્ય અને મધ્યમ વર્ગના ગરીબ બાળકો ૨૫% ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે RTE યોજના લાવવામાં આવી હતી, આ યોજનામાં ગરીબ અને મધ્યમવર્ગના પરિવારમાંથી આવતા બાળકોને મફતમાં શિક્ષણ મેળવવાના મૂલભૂત અધિકારો મળે છે. રાજ્યની અને જિલ્લામાં ખાનગી શાળામાં ૨૫% અનામત સીટો આ યોજનાના લાભાર્થીઓને મળે છે. ગરીબ,સામાન્ય અને મધ્યમવર્ગના પરિવારના માતા-પિતાઓ સપનાઓ હોય છે કે તેમનો બાળકો સારી અંગ્રેજી માધ્યમ/ગુજરાતી માધ્યમની શાળામાં અભ્યાસ કરી પોતાનુ ભવિષ્ય ઉજજવળ બનાવે, પરંતુ એમની પાસે એટલા પૈસા હોતા નથી કે એટલી મોંઘીઘાટ ફી તે ભરી શકે તેથી તેમને સરકારી સ્કુલમાં ભણવાની ફરજ પડતી હોય છે.. RTE યોજનામાં ગરીબ પરિવારના બાળકોને મફત શિક્ષણ મૂળભુત અધિકાર ધોરણ-૧ થી ૮ સુધી મળતો હોય છે. આ યોજના આગામી ૧૪ માર્ચથી ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રકિયા હાથ ધરાશે, આ યોજનાનો લાભ વધુમાં વધુ ગરીબ અને સામાન્ય,મધ્યમ વર્ગના પરિવારના બાળકોને મળી રહે તે માટે યોગ્ય અમલવારી કરવા આજે પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. તેમજ આપ સાહેબ આ RTE યોજનાની માહિતી નાનાથી નાના પરિવાર સુધી પહોંચે અને તેમના બાળકોને વધુમા આ યોજનાનો લાભ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત વિધાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા કરવામાં આવી હતી. ઘણી એવી પણ ફરિયાદો આવી છે કે આ યોજનાના હક્કદાર ગરીબ અને સામાન્ય પરિવારના બાળકો હોય છે પરંતુ આ યોજનામાં ઘણા ધનિક પરિવારના બાળકોને પણ પ્રવેશ આપવામાં આવે છે તેથી જે ખરેખર જરૂરિયાત પરિવાર છે તે આ યોજનાથી વંચિત રહી જાય છે તેથી યોગ્ય રીતે અમલવારી કરવામાં આવે તેમ જ કોઇ પણ વ્હાલા દવલાની નીતિ ના કરવામાં આવે તેવી તકેદારી રાખવામાં આવે તેવી રજૂઆત કિશન રાઠોડ દ્વારા શિક્ષણ અધિકારીને કરવામાં આવી હતી તેમના નીતિ નિયમો તેમજ ખાસ કરી બાળકોને સીટો ખાલી ના રહે અને ફાળવેલી તમામ સીટોમાં પ્રવેશ આપવામાં આવે તેવી માંગ કરી હતી. આ યોજનાની ફોર્મ ભરવાની પ્રક્રિયા ૨૮/૦૨/૨૦૨૫ થી ૧૨/૦૩/૨૦૨૫ સુધી શરૂ જ હોય માત્ર ૧૨ દિવસના સમયગાળામાં તમામ કાગળો,આધારો ભેગા કરવામાં વાલીઓ ક્યાંકને ક્યાંક ચુકી જાય છે, ફોર્મ ભરતી સમયે પણ નેટ કનેક્ટીવીટીના કારણે ફોર્મ ભરતા રહી જતા હોય છે, આપ સાહેબને એક વિધાર્થી નેતા તરીકે આપ આ પત્રરૂપે રજૂઆત છે કે RTE ના ઓનલાઇન ફોર્મ ભરવાની સમય મર્યાદા વધારવાંમા આવે જેથી ગરીબ અને વંચિત લોકો માટે સરકારે જે આ યોજના લાવી છે તેમનો પૂરે પૂરો લાભ લઇ શકે તેથી સમય મર્યાદા પણ હજુ લંબાવામાં આવે તેવી રજૂઆત પ્રાથમિક શિક્ષણ અધિકારી મારફત પ્રાથમિક શિક્ષણ સચિવશ્રીને વિધાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા કરવામાં આવી હતી

Please follow and like us:
Spread the love
CATEGORIES
TAGS

COMMENTS Wordpress (0) Disqus ( )

error: Content is protected !!