ગૌ -સેવા એ શ્રી ક્ર્ષ્ણ ભક્તિ નું સર્વ શ્રેષ્ઠ માધ્યમ:રોહિત બાપુ

પોરબંદર ની ઝૂડાળા મિલ પરા માં પૂજ્ય રોહિત બાપુ ની નિશ્રા માં ચાલતી આનંદ ગૌશાળા ની નિસ્વાર્થ સેવાકીય પ્રવૃર્તિ ની બિરદાવતા જીવ દયા પ્રેમીઓ
પોરબંદર : પોરબંદર ની મિલપરા ની સને 2008 માં શરૂથયેલી આનંદ ગૌશાળા માં હાલ 1500 જેટલી ગાયોનો નિભાવ થઇ રહ્યો છે આ આનંદ ગૌશાળા માં ગૌ -સેવા એ શ્રીકૃષણ ભક્તિ નું સર્વ શ્રેષ્ઠ માધ્યમ ગણાવતા પૂજ્ય રોહિત બાપુ ની ગૌશાળા ની ગાયો પ્રત્યે અનન્ય ભક્તિ ભાવ રહેલો છે આ ગૌશાળા ના ટ્રષ્ટિ પોરબંદર ના વાઘેશ્વરી પ્લોટ ભારતીય પ્રજ્ઞા ચ ક્ષુ સંસ્થા ના સેક્રેટરી કમલેશભાઈ ખોખારી ના માર્ગદર્શન હેઠળ આ ગૌશાળા ને દાતા કમલેશભાઈ સામાણી દ્વારા પંદર લાખના ખર્ચે હાઇડ્રોલિક એમ્બયુલન્સ ભેટ મળેલી છે આનંદ ગૌશાળા માં જ્યંતી ભાઈ વાઘેલા, શ્રી ધવલ ભાઈ ઓડેદરા, મુકા ભાઈ, અરશી ભાઈ જેવા ઘણા યુવાનો નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે
ઉલ્લેખનીય છેકે, પોરબંદર ના બિરલા -છાંયારોડ સ્થિત આવેલી વાઝા દરજી જ્ઞાતિની વાડી, હિંગળાજ માતાજી મંદિર ચોક ખાતે એક ગાય ઓચિંતા બીમાર પડવાથી બપોર ના બાર કલાકે તળકો ખૂબ હોવાથી તરફડિયા મારતી આ ગાય ની સ્થિતિ જોઈ આ હિંગળાજ મંદિર ચોક જીવદયા પ્રેમી ઓ રાતીયા સરકારી માધ્યમિક શાળા ના આચાર્ય કાન ભાઈ વદર, ના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયત ના ક્લાર્ક શ્રી દિપક ભાઈ રૂઘાણી, ધર્મેશ ભાઈ મઢવી, સમાજ શ્રેષ્ઠિ જેઠુ ભાઈ માલમ, ડોર -ટુ -ડોર કચરો એકઠો કરતા ગાડી ના ડ્રાઈવર શ્રી જગદીપ ભાઈ મસાણી, રાજભાઈ માલમ ધવલ ભાઈ ભરડા, સંજય ભાઈ રૂઘાણી શ્રી બેટરી દુકાન ના ઓડેદરા ભાઈ,રીક્ષા વાળા કેશુ ભાઈ ચૌહાણ સહિતના સેવા ભાવિ યુવાનો એકઠા થઇ ને બીમાર ગાયની સારવાર માં લાગ્યા પણ સેવા કારગત ન નીવડતા પોરબંદર ની મિલ પરા માં પૂજ્ય રોહિત બાપુની નિશ્રામાં ચાલતી આનંદ ગૌશાળા પોરબંદર ને રોહિત ભાઈ જાડેજા મોબાઈલ 9081977368 ને ફોન કરતા ત્વરિત ખરા બપોરે હાઇડ્રોલિક એમ્બયુલન્સ અન્ય પશુ ની સારવાર માં રોકાયેલ હોવા છતાં અન્ય ત્વરિત સકડો રીક્ષા સાથે જ્યંતી ભાઈ વાઘેલા તથા ધવલ ભાઈ ઓડેદરા આવી પહોંચતા ત્વરિત સારવાર કરી ને ગાય ને દોડતી કરતા જીવદયા પ્રેમીઓ એ પૂજ્ય રોહિત બાપુ ની નિશ્રા માં ચાલતી આ આનંદ ધારા ગૌશાળા ની નિસ્વાર્થી સેવા ની બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં
