માધવપુરના મેળામાં ઉત્તર પૂર્વીય ભારતના વિવિધ રાજ્યોના પરંપરાગત હસ્તકલા કારીગરોને પ્રોત્સાહન

આસામની લોકપ્રિય વાંસની હસ્તકલા માધવપુર મેળામાં પહોંચી: જેનું આફ્રિકામાં પણ ધૂમ વેચાણ થાય છે
માધવપુરના મેળામાં ઉત્તર પૂર્વીય ભારતના વિવિધ રાજ્યોના પરંપરાગત હસ્તકલા કારીગરોને પ્રોત્સાહન
—–
મેળામાં આસામના અલ અમીન મહિલા સ્વસહાય જૂથ દ્વારા વાંસમાંથી બનેલ ૫૦ થી વધુ ઇકો-ફ્રેન્ડલી કલાત્મક ચીજવસ્તુઓનું ધૂમ વેચાણ
—-
અમારું મહિલા જૂથ આફ્રિકાના વિવિધ દેશોમાં પણ વાંસમાંથી બનેલ કલાત્મક ચીજવસ્તુઓની નિકાસ કરે છે, અમે વર્ષ ૧૯૮૭થી પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલા છીએ : અબ્દુલ અઝીઝ
—–
૨૪ વર્ષીય નવયુવાન અબ્દુલ અઝીઝની પોતાના પરિવારના વંશ પરંપરાગત વ્યવસાયમાં આત્મનિર્ભરતા સાથે આર્થિક ઉન્નતી : વાર્ષિક ધોરણે રૂ. ૨૦ લાખથી વધુની કમાણી
—-
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો “વોકલ ફોર લોકલ”નો કોન્સેપ્ટ અપનાવતા ઉત્તર પૂર્વીય ભારતના વિવિધ રાજ્યો
—–
આલેખન : ધર્મેશ વાળા
પોરબંદર તા. ૦૮ એપ્રિલ, ૨૦૨૫ (મંગળવાર) ઉત્તર પૂર્વીય ભારતના ૭ રાજ્યોની સંસ્કૃતિનો સંગમ અને સમન્વય પશ્વિમ ભારતના રાજ્ય એવાં ગુજરાત સાથે થયો છે, જેના કેન્દ્રમાં માધવપુરનો ભવ્ય અને દિવ્ય લોકસાંસ્કૃતિક મેળો છે. માધવપુર મેળાના માધ્યમથી ગુજરાત સહિત ઉત્તર પૂર્વીય ભારતના વિવિધ રાજ્યોના સ્વસહાય જૂથ, અન્ય કલાત્મક અને સર્જનાત્મક કારીગરોને રોજગારી પ્રાપ્ત થઈ રહી છે. વિવિધ રાજ્યોના હસ્તકલા કારીગરોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિનામુલ્યે સ્ટોલ્સ અને રહેવા જમવા સહિતની સગવડતા સુવિધાઓ પુરી પાડવામાં આવી છે.

માધવપુરના મેળામાં આસામ સ્થિત અલ અમીન મહિલા સ્વસહાય જૂથ આત્મનિર્ભરતા, મહિલા સશક્તિકરણ અને પોતાની આર્થિક ઉન્નતીનો પરિચય આપી રહ્યું છે. ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યોમાં વાંસનું ઉત્પાદન મોટાપાયે થઇ રહ્યું છે. અલ અમીન મહિલા સ્વસહાય જૂથ વાંસમાંથી ફ્લાવર પોટ, વોલ હેન્ગિંગ, શો પીસ, ટ્રે, ચાના કપ, પાણીની બોટલ, છોકરીઓના હાથની બંગડીઓ, ટેબલ અને ખુરશી સહિતની ૫૦ થી વધુ ઇકોફ્રેન્ડલી કલાત્મક ચીજવસ્તુઓ બનાવે છે અને દેશભરમાં ઉપરાંત આફ્રિકાના વિવિધ દેશોમાં તેનું વેચાણ કરે છે. આસામ સ્થિત અલ અમીન સ્વસહાય જૂથ સાથે સંકળાયેલા અને માધવપુર મેળામાં વાંસની ચીજવસ્તુઓનું વેચાણ કરતાં ૨૪ વર્ષીય નવયુવાન અબ્દુલ અઝીઝ જણાવે છે કે, અમે પરિવારના વંશ પરંપરાગત વ્યવસાયમાં આત્મનિર્ભરતા સાથે આર્થિક ઉન્નતી તરફ આગળ ધપી રહ્યા છીએ. દેશભરમાં વિવિધ રાજ્યોમાં અમે વાર્ષિક ધોરણે ૧૫ થી વધુ મેગા એક્ઝિબિશનમાં ભાગ લઈએ છીએ અને વાર્ષિક ધોરણે રૂ. ૨૦ લાખથી વધુની કમાણી કરીએ છીએ.વધુમાં જણાવ્યુ કે, આસામ સરકાર દ્વારા પણ સ્વસહાય જૂથોને વિવિધ પ્રકારે મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

વાંસમાંથી બનતી ઇકોફ્રેન્ડલી કલાત્મક ચીજવસ્તુઓ પર્યાવરણ પ્રદૂષણ સામેની લડાઈમાં બળ પુરું પાડી રહી છે. ઇકોફ્રેન્ડલી ચીજવસ્તુઓની બજારમાં ખૂબ મોટી માંગ છે. આ ચીજવસ્તુઓ પૂર્ણરૂપે વોશેબલ છે. સાથે તેનું આયુષ્ય ૧૦ વર્ષ કરતા પણ વધુ હોય છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ‘આત્મનિર્ભર ભારત’ અને “વોકલ ફોર લોકલ”નું આહ્વાન અને સપનું ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યો ખરાં અર્થમાં સાકાર કરી રહ્યા છે. દેશભરમાં યોજાતા ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાવડાઓમાં કલાત્મક કારીગરી કરતાં કારીગરોને પ્લેટફોર્મ મળી રહ્યું છે. વિવિધ જૂથ આત્મનિર્ભરતા સાથે આર્થિક ઉન્નતી તરફ આગળ ધપી રહ્યા છે.
————-

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!