જીએમસી સ્કૂલ પોરબંદર સાઈબર સિક્યુરિટી અંગેના માર્ગદર્શન સેમીનારનું આયોજન

સ્વ શ્રી કેશવાલા માલદે રાણા એજ્યુકેશન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત શ્રી જીએમસી સ્કૂલ પોરબંદર ખાતે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષક ગણ માટે સાઈબર સિક્યુરિટી અંગેના માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું.
આજના સાંપ્રત સમયમાં કમ્પ્યુટર, મોબાઇલ તેમજ ઇન્ટરનેટનો વપરાશ દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે આના વપરાશકરતા લોકોમાં યુવાવર્ગ તેમજ વિદ્યાર્થીઓનો પણ બહોળા પ્રમાણમાં સમાવેશ થાય છે ત્યારે આ બાબતે સતર્કતા રાખવી ખાસ આવશ્યકતા હોય છે એ બાબતને ધ્યાનમાં રાખી એક સામાજિક જવાબદારીના ભાગરૂપે શ્રી જીએમસી સ્કૂલ- પોરબંદર ખાતે વિદ્યાર્થીઓ અને શિક્ષકણ માટે સાયબર સિક્યુરિટી અંગેના માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં પોરબંદર સાયબર સિક્યુરિટી સેલના પૂર્વ પીએસઆઇ અને હાલ ગવર્મેન્ટ કોલેજ લીલીયા (અમરેલી) ખાતે પ્રોફેસર તરીકે ફરજ બજાવતા શ્રી સુભાષભાઈ ઓડેદરા દ્વારા કમ્પ્યુટર, મોબાઇલ અને ઇન્ટરનેટના સાવચેતી રૂપે ઉપયોગ કરવા બાબતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું હતું.
આજના યુગમાં ઇન્ટરનેટ અને મોબાઈલના માધ્યમથી દિન પ્રત્ય દિન લોભામણી લાલચની જાહેરાતો તેમજ છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવવા લાગ્યા છે જેમાં બાળકોમાં ગેમ્સ ને લગતી છેતરપિંડી તથા યુવા વર્ગમાં ફેસબુક , ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી પણ છેતરપિંડીના અનેક કિસ્સાઓ જોવા મળી રહ્યા છે અને ઘણી ઘણી બાબતોમાં તો ઘરના ગૃહસ્થ વ્યક્તિઓ પણ આમનો ભોગ બનતા હોય છે ત્યારે ઇન્ટરનેટના યુગમાં મોબાઇલ તથા કમ્પ્યુટરનો ચીવટભર્યો ઉપયોગ કરવો એ ખૂબ જ હિતાવહ હોવાથી આજના સેમીનારના માર્ગદર્શન માર્ગદર્શક શ્રી સુભાષભાઈ ઓડેદરા દ્વારા સાયબર ક્રાઇમ તેમજ સાઈબર સિક્યુરિટી બાબતે તલસ્પર્શી માર્ગદર્શન વિદ્યાર્થીઓને પૂરું પાડવામાં આવેલું હતું
સેમિનાર ના અંતે યોજાયેલ પ્રશ્નોત્તરી વિભાગમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ દ્વારા સાઈબર ફ્રોડ તેમજ ઇન્ટરનેટના વપરાશ બાબત અનેક પ્રશ્નોત્તરી કરવામાં આવેલી હતી જેનો યોગ્ય નિરાકરણ રૂપ ઉકેલ માર્ગદર્શક સુભાષભાઈ ઓડેદરા દ્વારા પૂરું પાડવામાં આવેલ હતું.
સામાજિક જવાબદારીના ભાગરૂપે શ્રી જીએમસી સ્કૂલ પોરબંદર દ્વારા યોજાયેલ આ માર્ગદર્શન સેમિનારના અંતે કાર્યક્રમના સંચાલક મનીષા મેડમ દ્વારા તજજ્ઞશ્રીનો સંસ્થા
વતી આભાર વ્યક્ત કરવામાં આવેલ.
