પોરબંદરમાં રહેતા વૈષ્ણવ સાધુ (બા.વૈ)સમાજનું સ્નેહમિલન યોજાયું
શિક્ષણ અને સંગઠનની ભાવનાથી સમાજને નવી દિશા મળશે :નાયબ જિલ્લા વિકાસ અધિકારી નરેશ કુમાર સાધુ
સમસ્ત વૈષ્ણવ સાધુ પરિવાર ને સ્નેહમિલન ની શુભેચ્છાઓ પાઠવતા નાયબ જિલ્લા પોલીસ વડા નીલમ ગોસ્વામી
સત્ય અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ તથા કૃષ્ણ સખા સુદામાની કર્મભૂમિ એવા પોરબંદરમાં રહેતા વૈષ્ણવ સાધુ વૈરાગી બાવા સમાજનું રવિવારે તારીખ એક જાન્યુઆરી 2023 ના રોજ પ્રથમ સ્નેહ મિલન પાંજરાપોળ સામે દીપેશ હોલ ખાતે યોજાયું હતું જેમાં પોરબંદર જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી નરેશભાઈ સાધુ તથા ગોસ્વામી સમાજના વિનેશ ગોસ્વામી સહિતના આગેવાનો તથા વૈષ્ણવ સાધુ સમાજના આગેવાનો અને પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.પોરબંદર નાયબ જિલ્લા પોલીસ વડા નીલમબેન ગૉસ્વામી કોઈ કારણોસર ઉપસ્થિત ન રહી શકતા તેઓ એ પણ સમાજ ને પ્રથમ સ્નેહમિલન ની શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમ માં સાધુ સમાજની બાલિકાઓ દ્વારા ઉપસ્થિત તમામ પરિવારજનો નું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાધુ સમાજની બાલિકાઓએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુક્યો હતો ત્યારબાદ પ્રભુજી હનુમાનજીની પ્રાર્થના કરી હનુમાન ચાલીસા નું પઠન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોરબંદર જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી નરેશભાઇ સાધુએ સાધુ સમાજ ને સંબોધતા જણાવ્યું હતું કે કોઈપણ સમાજની ઉન્નતિ અને પ્રગતિ શિક્ષણ થકી જ થઈ શકે સમાજમાં શિક્ષણ ની આહલેખ જગાવીએ અને જ્યોત સે જ્યોત જલાવવાની ભાવનાથી સમાજની ભાવી પેઢીને શિક્ષણ આપવાની તથા સંગઠિત થવાની પ્રેરણા આપી હતી આ ઉપરાંત સરકાર તરફથી મળતા વિવિધ યોજનાના લાભ થી કોઈ વંચિત ન રહે તે અંગે સૂચન કર્યું હતું જ્યારે ગોસ્વામી સમાજના આગેવાન વિનેશભાઈ ગોસ્વામી એ સંબોધનમાં જણાવ્યું હતું કે ગોસ્વામી પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેની જેમ વૈષ્ણવ સાધુ સમાજ માં પણ કાર્યક્રમ થાય જેમાં મહિલાઓ પણ આગળ આવે અને મહિલાઓ સંગઠિત બને મહિલા મંડળની રચના થાય તેવી ભાવના વ્યક્ત કરી હતી અને સાધુ સમાજ ના સમાધિ સ્થળ બાબતે એક કમિટી તૈયાર કરવા જણાવ્યુ હતું અને સમાજ ઉપયોગી કામમાં ક્યારેય પણ જરૂર હોય ત્યારે ઉપસ્થિત રહેશે તેવી ખાતરી આપી હતી સાધુ સમાજના વડીલ ગોંડલીયા લક્ષ્મીદાસ લાલદાસ ( બચુ બાપુ) એ સાધુ સમાજ ના પ્રથમ સ્નેહ મિલન બદલ ખુશી વ્યકત કરી હતી તથા સમાજ ના આગેવાન જિલ્લા નોટરી કેતનભાઇ દાણીએ સાધુ સમાજ ના સંગઠનને મજબૂત બનાવવાની ભાવના કેળવવા જણાવ્યું હતું અને સુવ્યવસ્થિત અને સંગઠિત તથા નિર્ભય સમાજની રચના કરવાની પ્રેરણા આપી હતી પોરબંદરના જાણીતા તબીબ કે. બી .દેશાણીએ પણ સમાજ ની એકતા જોઈને ખુશી વ્યક્ત કરી હતી પોરબંદર શહેરમાં રહેતા સાધુ સમાજના પરિવારોએ પોતાના પરિવાર સાથે સ્ટેજ પર આવી પરિવારનો પરિચય આપ્યો હતો અને સમાજ ના પરિવારો એ સ્વૈચ્છિક અનુદાન ની સરવાણી વહાવી હતી .ત્યાર બાદ વૈષ્ણવ સાધુ સમાજ ના પ્રથમ સ્નેહમિલનની આયોજન સમિતિ દ્વારા ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ઉપસ્થિત સૌ સાધુ સમાજના પરિવારજનો પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી કાર્યક્રમનું એન્કરિંગ કરી સુચારુ સંચાલન ગોઢાણીયા કોલેજના લેક્ચરર નીતાબેન દુધરેજીયા તથા બગવદર માં પોલિસ વિભાગમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સ્નેહાબેન દુધરેજીયા એ કર્યું હતું અને કાર્યક્રમમાં નિલેશભાઈ ગોંડલીયાની પુત્રી હરીનાક્ષી ગોંડલીયા એ ક્લાસિકલ ડાન્સ પરફોમન્સ આપી સૌ કોઇ ને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વૈષ્ણવ સાધુ સમાજ પ્રથમ સ્નેહમિલન આયોજન સમીતી ના હિતેશ દુધરેજીયા એ કાર્યક્રમ ને સફળ બનવવા બદલ આભારવિધિ કરી હતી . ત્યારબાદ સૌ પરિવારજનો એ સાથે ભોજન કર્યું હતું
વૈષ્ણવ સાધુ (બાવા વૈરાગી) સમાજના પ્રથમ સ્નેહમિલનની આયોજન સમિતિ માં નિમેશભાઈ ગોંડલીયા ,હિતેશભાઈ દુધરેજીયા, પ્રકાશભાઈ ગોંડલીયા, વીનેશભાઈ ગોસ્વામી ,સુરેશભાઈ ગોંડલીયા, મહેશભાઈ ગોંડલીયા, પ્રવીણભાઈ ગોંડલીયા, રાજેશભાઈ ગોંડલીયા ,સુનિલભાઈ ગોંડલીયા, રમેશભાઈ હરીયાણી,ભરતભાઈ ગોંડલીયા ,આર્યનભાઈ ગોંડલીયા રોનકભાઈ ગોંડલીયા, સંદીપભાઈ દુધરેજીયા, રામકૃષ્ણભાઈ દુધરેજીયા, કમલેશભાઈ સુંદરનાથ ,ભક્તિરામભાઈ દુધરેજીયા ,રવિરામભાઈ દુધરેજીયા ,મયુરભાઈ દેશાણી ,કેતનભાઇ દાણી ઉત્તમભાઈ મેસવાણિયા તથા વિવેકભાઈ મેસવાણીયા,નિલેશભાઈ ગોંડલીયા,પ્રતાપભાઈ દુધરેજીયા,વિવેકભાઈ દુધરેજીયા,માધવદાસ ભાઈ ગોંડલીયા એ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.