પોરબંદર પંથકમાં સગી માતાને મારી નાખનાર આરોપીને નિર્દોષ છોડતી કોર્ટ

પોરબંદર

તા. ૧૨/૦૫/૨૦૨૫

સમગ્ર વિશ્વ જયારે “મધર્સ ડે” ઉવજતુ હોય ત્યારે ક્યાંક ક્યાંક સગી જનેતાને કોઈ પણ કારણોસર મારી નાખેલ હોવાની ફરીયાદો પણ થતી રહે છે અને તે જ રીતે ફરીયાદી મંજુબેન રાજુભાઈ વાડોલીયા દા૨ા તા.૦૫/૦૫/૨૦૨૩ નાં રોજ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરીયાદ કરેલી હતી કે, “તેના પતિ રાજુભાઈ ગાંગાભાઈ વાડોલીયા દ્વારા ફરીયાદીના સાસુ અને આરોપીના માતા લક્ષ્મીબેનને માથામાં ઈજા પહોંચાડી મારી નાખેલ હોવાની ફરીયાદ કરતા પોલીસે રાજુભાઈ વાડોલીયાની ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતો અને કેસ ચાલતા દરમ્યાન કયાંયથી જામીન મળેલ નહીં અને આખો કેસ જ આરોપીને જેલમાં રાખીને ચલાવવામાં આવેલ હતો 

આ કામમાં આરોપી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખાણી રોકાયેલા હોય અને તેઓએ ફરીયાદી તથા તેના કુટુંબના સભ્યોની ઉલટતપાસ કરેલી હોય પરંતુ જયારે બનાવ બન્યો ત્યારે ફરીયાદી પોતે હાજર ન હોય કે અન્ય કોઈ સાક્ષીઓ સાહેદો હાજર ન હોય અને સાંભળેલી વાતને આધારે ફરીયાદ કરેલી હોવાનુ રેકર્ડ ઉપરથી ફલીત થતા. એટલુ જ નહી ગુજરનાર લક્ષમીબેને કયારેય તેઓ જીવ્યા ત્યાં સુધી આ કામના આરોપી એટલે કે પોતાના પુત્ર તેને માર મારે છે કે તેને હેરાન કરે છે તેવી કયારેય કોઈ ફરીયાદ કરેલ ન હોય એટલુ જ નહીં કહેવાતો બનાવ ફળીયામાં બનેલો હોય અને આ મકાન જાહેર રોડ ઉપર આવેલુ હોય અને રોડ ઉપરથી પસાર થતા કોઈ પણ વ્યકિત જો બનાવ બન્યો હોય તો જોઈ શકે તેમ હોય પરંતુ, પોલીસ તપાસમાં ક્યાંય કોઈ વ્યકિત નજરે જોનાર સાહેદ ન હોય અને તે રીતે સમગ્ર ટ્રાયલ ચાલી જતા પરંતુ ફરીયાદપક્ષ પોતાનો કેસ પુરવાર ન કરી શકતા અને પોલીસ ચાર્જશીટ મુજબ જ કોઈ નજરે જોનાર સાહેદ ન હોય કોઈ સાંયોગીક પુરાવા ન હોય અને તેથી પોરબંદર નામ. ડીસ્ટ્રીકટ કોર્ટ દ્વારા શંકાનો લાભ આપી આરોપીઓને છોડવાનો હુકમ કરેલ છે અને તે રીતે સગીર માં ના ખુન કેસમાં બે(૨) વર્ષે એટલે કે “મધર્સ ડે” પહેલા જ આરોપી જેલ મુક્ત થયેલ

छे.

આ કામમાં આરોપી તરફે ભરતભાઈ લાખાણી તથા અરભમભાઈ સુંડાવદરા તથા નવઘણ જે.જાડેજા રોકાયેલા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES
TAGS

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!