પોરબંદરના રાજકારણ માં દેરાણી જેઠાણી જેવો માહોલ સર્જાશે !
(નિમેષ ગોંડલીયા)
તાજેતરમાં કોંગ્રેસના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા ભાજપમાં જોડાતા અને તર્ક વિતર્ક અને ચર્ચાઓ ચાલી રહી છે ત્યાં એક એવી પણ ચર્ચા ચાલી છે કે એક ઘરમાં જેઠાણી રહેતી હોય અને દેરાણીનો ગૃહ પ્રવેશ થાય ત્યારે ધામધૂમપૂર્વક વધાવવામાં આવે છે પરંતુ એક કહેવત પ્રમાણે નવું નવું નવ દિવસ લાબું ચાલશે કે જૂથવાદ ઉભો થશે !
આમ ભાજપમાં અર્જુનભાઈ મોઢવાડિયા નો દબદબા ભેર ગૃહ પ્રવેશ જાણે ઘરમાં નવી દેરાણી આવી હોય અને જેઠાણી તેને માનભેર સ્વાગત કર્યું હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આવનારા દિવસો કેવા હશે તેનો અંદાજો અત્યારથી જ મળી રહ્યો છે કેટલી ભયંકર ચર્ચાઓ પણ લોકોમાં થઈ રહ્યું છે ભાજપમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આવી રહ્યા છે તો ભાજપમાં વર્ષોથી પાયાના કાર્યકર્તાઓ રહ્યા છે તેઓમાં અસંતોષનો દાવાનળ પણ અંદર ખાને જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં આ દાવાનળ કોઈપણ સપાટી પર જાય તેવી શક્યતા વર્તાઈ રહી છે.એનું પરિણામ પોરબંદર ને ભોગવવું ન પડે તે માટે બંને તરફ શાંતિ રાખવી જોશે. અને પોરબંદર જિલ્લા ના વિકાસ પર ફોક્સ થાય તેમા જ પોરબંદર ની જનતા નું ભલું રહેલું છે
સામાન્ય રીતે એક ઘરમાં કોઈ નાનામાં નાનો નિર્ણય કે મોટામાં મોટો નિર્ણય લેવા માટે દેરાણી જેઠાણી વચ્ચે કજીયો થતો હોય છે. પણ આ કદીઓ મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલા એકબીજાને સારા માટે સારા શબ્દોમાં એકબીજાને સમજાવી દેવાનો પ્રયત્ન થતો હોય છે દાખલા તરીકે જેઠાણી દેરાણીને પ્રેમપૂર્વક એમ બોલે કે આપણે અહીં કુટુંબમાં પરંપરાગત રીતે આમ જ થાય છે અને તમારે આમ જ કરવાનું છે ત્યારે એનો અર્થ એમ થાય કે “દેરાણીએ આવે જેઠાણી કહે તેમ જ કરવાનું છે”
આ રીતે જેઠાણી દેરાણી પર પ્રભુત્વ જમાવવા પ્રયત્ન કરતી હોય છે નવી આવેલ હોવાથી દેરાણી પણ જૂની પરંપરા પ્રમાણે ચાલી આવતી કેટલીક પ્રથાઓ હટાવીને આધુનિક બનાવવાની જરૂર છે તેઓ હઠાગ્રહ રાખે છે આ સમયગાળો થોડા દિવસ ચાલ્યા બાદ ધીમે ધીમે મેણા ટોણા શરૂ થાય છે અને બોલા ચાલી પણ શરૂ થાય છે અને એક દિવસ ઉગ્ર બોલા ચાલી મોટું સ્વરૂપ ધારણ કરી મામલો સપાટી પર આવે છે.પરંતુ વડીલો દ્વારા મનામણા પણ થતા હોય છે અને બધું શાંત થઈ જતું હોય છે .
તો બીજી બાજુ કોંગ્રેસ ખાલસા થઈ જતા નવા ચહેરાઓને તક મળવાની પણ સંભાવના વધી છે અને કોંગ્રેસનું નવસર્જન થઈ રાજનીતિમાં યુવાઓ આગળ વધે તેવું પણ વર્તાઈ રહ્યું છે કોંગ્રેસે દેશને અનેક સારા નેતાઓ આપ્યા છે પરંતુ હવે કોંગ્રેસે બનાવેલા નેતા ભાજપમાં જઈ નેતાગીરી શરૂ કરી છે ત્યારે કોંગ્રેસના નવા નેતાઓ કોણ હશે અને તેઓ કોંગ્રેસ ને ટકાવી રાખશે કે કેમ તે ચર્ચા પણ લોક મુખે થઈ રહી છે.તો રાજકીય પક્ષોએ સંયમનો માર્ગ અપનાવી આગળ વધવું પડશે તે અનિવાર્ય છે.