વિશ્વાસ જગાવતા વ્યક્તિ – પ્રોફેસર લલિત ચંદેને જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ!

અમે જીવીએ છીએ એક એવી દુનિયામાં, જ્યાં પ્રેરણાથી આગળ વધવાનો રસ્તો બને છે. એવા અનેક લોકો જીવનમાં મળ્યા હશે, પણ કેટલાક વ્યક્તિઓ આવી જાય છે જે પોતાની કાર્યશૈલી, ઉર્જા અને અભ્યાસથી જીવનને નવા અર્થ આપે છે. એવી શખ્સિયત છે Win++ Academy ના ડિરેક્ટર, પ્રખ્યાત લાઇફ કોચ અને મોટિવેશનલ ટ્રેનર – પ્રોફેસર લલિત ચંદે.

22 વર્ષ સુધી મેનેજમેન્ટ ફીલ્ડમાં શિક્ષક તરીકે સેવા આપ્યા પછી, માત્ર નોકરી નહિ, પણ એક દિશા બદલી નાખતો નિર્ણય લીધો. આજે તેઓ કોર્પોરેટ જગતથી લઈને સરકારી, અર્ધ-સરકારી, ઇન્સ્યોરન્સ ક્ષેત્ર તથા શિક્ષકોના તાલીમ શિબિરોમાં, હજારો લોકો માટે તે પ્રેરણા બનેલ છે.

તેમણે માત્ર 15 કલાકમાં અંગ્રેજી શીખવાની વૈજ્ઞાનિક પદ્ધતિ વિકસાવી છે અને કોમ્યુનિકેટિવ અંગ્રેજી માટે વિશેષ મટિરિયલ પણ તૈયાર કર્યુ છે. “વાત સાવ નાની…પણ!” જેવી જીવનમૂલ્યો આધારિત પુસ્તકથી પ્રેરણાની ઝરમર વહાવી છે. 100થી વધુ રેડિયો ટોક, 10થી વધુ ટીવી શો, અને 1100થી વધુ સેમિનાર–વર્કશોપમાં તેમણે પોતાના વિચારો અને અનુભવ શેર કર્યા છે.

SPIPA, CED, LIC, PSI ગાંધીનગર, NITTTR ભોપાલ, તેમજ ટાટા, અદાણી, મહિન્દ્રા, હાથી મસાલા, સાઈનાથ ફર્નિચર, વગેરે જેવી અગ્રણી સંસ્થાઓમાં તેઓ તાલીમ આપી ચૂક્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેમજ ગુજરાતની અન્ય વિધા સંસ્થાઓ દ્વારા આયોજિત SDP કાર્યક્રમોની કોર ટીમમાં રહી, 10,000થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે.

તેમની લિખિત સ્વવિકાસ વિષયક બે નવી પુસ્તકો પણ ટૂંક સમયમાં પ્રકાશિત થવાના છે.

પ્રોફેસર લલિત ચંદે જેવા અનોખા વિચારો અને ઊંડા જીવનદ્રષ્ટિવાળા વ્યક્તિનો જન્મદિવસ, એ માત્ર ઉજવણી નહીં પણ એક અનુકરણક્ષમ જીવનશૈલી તરફનું આમંત્રણ છે.

Win++ Academy તરફથી અને શૈક્ષણિક જગતના સહસંબંધિત સૌ મિત્રો તરફથી તેમને જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ

સંપર્ક:
લલિત ચંદે – 9327620884 / 8160446285
http://lchande.wordpress.com
Email: lalitchande@gmail.com

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!