વીલ ટ્રમ્પ લુઝ ઇન્ડિયા ? : વોલ્ટર રસેલ

(બિટવીન ધ લાઇન્સ :સુનીલ જોશી)

વોલસ્ટ્રીટ જર્નલમાં અમેરિકી નિષ્ણાતનો લેખ

ભારતને વિના કારણે સોંય ભોંકી અપમાનિત કરવાની ટ્રમ્પની નીતિ સામે લાલબતી

મિત્રો બિટવીન ધ લાઇન્સમાં આજે વોલસ્ટ્રીટ જર્નલમાં અમેરિકી વિદેશ નીતિના નિષ્ણાતે લખેલા લેખમાં ભારતિય લોકો જે અનુભવે છે તેને અમેરિકાની દ્રષ્ટીથી વાચા આપી છે. આ લેખનો સાર અહિં આપતાં પહેલાં છેલ્લા ર૪ કલાકમાં થયેલા કેટલાક મુખ્ય ડેવલપમેન્ટ ઉપર પણ ધ્યાન દોરવું મને જરુરી લાગે છે.

૧, આસિમ મુનિર બનશે અમેરિકામાં
ટ્રમ્પના જન્મદિવસના ખાસ મહેમાન !

ર, ઇલોન મસ્કે માફી માંગતાં ટ્રમ્પ –મસ્ક વચ્ચેનું યુધ્ધ શમી જવાની શકયતા

3, ચીન અમેરિકાને રેર અર્થ મેગ્નેટ આપશે. બન્ને દેશો વચ્ચે કરાર થઇ ગયા.(ભારત સરકાર આ દિશામાં હજુ કાર્યરત છે ભારતની વાટાઘાટો ચાલુ છે અને ચીન હકારાત્મક વલણ ધરાવે છે.પરંતુ અમેરિકાએ અને ચીને પોતપોતાનું સાજુ કરી લીધુ છે.)

૪,નેવાર્ક એરપોર્ટ ઉપર ભારતિય યુવાનને પકડવા અંગે અમેરિકાનું નિવેદન આવ્યુ છે. અમેરિકાએ જણાવ્યુ છે કે અમેરિકામાં ઘુસણખોરી કરનારા સાથે કડક હાથે જ કામ લેવાશે.
ઉપરોકત મુદા ઉપર નજીકના ભવિષ્યમાં વધુ વિગતો આવ્યા બાદ તેની છણાવટ કરીશુ. પરંતુ આજે વોલસ્ટ્રીટ જર્નલમાં પ્રસિધ્ધ થયેલા લેખ બાબતે વાત કરવી છે. કારણ કે ટ્રમ્પ ભારતના મિત્ર નથી રહયા એ આખુ ભારત જાણે છે. ટ્રમ્પે પાકિસ્તાનને ખોળામાં બેસાડયુ છે. એ પણ આખુ વિશ્વ જાણે છે.ટ્રમ્પ ભારત સાથે શત્રુતા ભર્યુ વલણ ધરાવે છે. એ પણ હવે આખી દુનિયાને જાણ થઇ ગઇ છે. આ બાબતે ભારત સરકાર મૌન છે. કોઇ જાહેર નિવેદન નથી કરતી. આ મૌન અકળ છે. પણ ભારતને અપમાનિત કરવાની એક પણ તક ટ્રમ્પ નથી છોડતાં એ વાતનો ભારત સિવાય વિશ્વમાં કયાંક ને કયાંક ઉલ્લેખ થાય છે.

હવે ખુદ અમેરિકામાંથી ટ્રમ્પની આ નીતિનો વિરોધ ઉઠયો છે. વોલ સ્ટ્રીટ જર્નલમાં નિયમિત કોલમ લખતાં વિદેશ નીતિના નિષ્ણાત અને અમેરિકાની બ્રાડ યુનિવર્સિટીના વિદેશ નીતિના પ્રોફેસર અને હડસન ઇન્સ્ટિટયુટના ફેલો વોલ્ટર રસેલ મીડે એક આર્ટિકલમાં ટ્રમ્પને ભારત સાથેના તેના અભિગમથી ભારત સાથે ની મૈત્રિ ગુમાવવાની ચેતવણી આપી છે.
વોલસ્ટ્રીટ જર્નલના આ લેખમાં પ્રોફેસર વોલ્ટરે શરૂઆતમા જ લખ્યુ છે કે આજથી પાંચ માસ પહેલાં ટ્રમ્પ અમેરિકાન પ્રમુખ તરીકે બીજી ટર્મમાં આવ્યા ત્યારે ટ્રમ્પને આવકારનારા દેશોમાં ભારતનો પણ સમાવેશ થયો હતો. પણ પાંચ મહિનામાં ટ્રમ્પના સબંધ ભારત સાથે પાતળા પડી ગયા છે.
ભારતનું રશિયા તરફી વલણ અને ટ્રેડ ટેરિફ બાબતે અમેરિકા અને ભારત વચ્ચે મતભેદની સંભાવના હતી. પરંતુ ભારત એ બાબત વાટાઘાટોથી ઉકેલ લાવી શકાશે એવી અપેક્ષા હતી. ટ્રમ્પે આ બાબતે જાહેરમાં કરેલાં કેટલાંક વિધાનોને ભારતે તેના ફ્રેન્ક ઓપિનિયન તરીકે લીધા હતાં.
પરંતુ જે રીતે ટ્રમ્પે ભારત સામે જે અભિગમ અપનાવ્યો છે એ કારણે ભારત સાથેના સબંધો વણસી રહયા છે.અમેરીકા ભારત જેવા ભરોસામંદ મિત્રને ગુમાવી રહયુ છે? તેમણે આ અંગે મુદા ટાંકતાં લખ્યુ છે કે, ટ્રમ્પે તેમની પ્રથમ ટર્મમાં ભારતના છ હજાર ઘુષણખોરોને પાછા મોકલ્યા હતાં. પરંતુ એ સમયે કોઇ હોબાળો થયો નહોતો.પરંતુ આ વખતે ટ્રમ્પે જે રીતે ભારતના ઘુષણખોરોને સૈન્યના વિમાનમાં બેડી અને હાથકડી બાંધીને ભારત પરત મોકલ્યા એ બાબત અખબારોની હેડલાઇન બની છે.આ મુદો ઘુષણખોરી સામે કાર્યવાહિના મુદાને બદલે રાજકિય મુદો બની ગયો છે.
બીજો મુદો એ છે કે ગત ર૭ મે’ના રોજ અમેરિકાએ ભારતિય વિદ્યાર્થીઓના વિઝા ઇન્ટરવ્યુ અચાનક અટકાવી દીધા હતાં.ભારતથી અમેરિકમાં અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓની સંખ્યા ચીનના વિદ્યાર્થીઓથી પણ વધુ થઇ ગઇ છે.( ભારતના વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કર છે તેની ફી ભરે છે. ત્યાં રહે છે એટલે અમેરિકન ઇકોનોમીને ફાયદો થાય છે.)
ત્રીજા મુદ્દામાં વોલ્ટર રસેલ કહે છે કે, એપલનો પ્લાન્ટ ભારતમાં સ્થાપવાના નિર્ણયને ટ્રમ્પ જાહેરમાં ઝાટકણી કાઢી એપલ સામે ભારે ટ્રેડ ટેરીફ નાંખવાની ધમકી આપે છે તે છે.
ચોથો અને મહત્વનો મુદો એ છે કે પાકિસ્તાને ભારત ઉપર ટેરર એટેક કર્યો(પહેલગામ હુમલો) તે છે. આ મામલે ભારત સરકાર અમેરિકા પાસેથી ટેરર હુમલાનો વખોડી કાઢવાને બદલે વધુ કંઇક અપેક્ષા રાખતી હતી. જે ન થયુ. ઉલટાનું ટ્રમ્પ અને અમેરિકી સરકાર દ્વારા બન્ને દેશો વચ્ચેના મામલાને શાંત કરવા માટે સ્ટેટમેન્ટ અપાયા અને બન્ને દેશોની સમાન તુલના થઇ એ છે. વાસ્ત્વમાં પાકિસ્તાન જેહાદી પ્રવૃતિઓનું ટેકેદાર અને તેને ફંડ આપનારો દેશ છે.
પ્રોફેસર વોલ્ટર કહે છે કે બન્ને દેશો વચ્ચે શસ્ત્ર વિરામની જે સંધિ થઇ તેનો યશ લેવા ટ્રમ્પ અને અમેરિકી સરકાર દ્વારા જે સ્ટેટમેન્ટ અપાયા એ પણ બન્ને દેશો વતિ આ અંગે તેમના દેશના લોકોને જાણ થાય એ પહેલાં જ આવું વિધાન થાય એ બાબત ભારત સરકાર માટે ક્ષોભજનક સ્થીતી ઉભી કરે તેવી બની રહી.
પ્રોફેસર વોલ્ટર કહે છે, જયારે બે દેશો વચ્ચે નીતિવિષયક બાબતમાં ભીન્ન મત થાય ત્યારે તેને કાળજી પૂર્વક ઉકેલવા જરૂરી હોય છે. આવ બાબતોને જાહેરમાં લાવવાને બદલે તેનો વ્યહવારીક ઉકેલ લાવવાનો હોય છે. ભારત માટે તેમના દેશનો આર્થિક વિકાસ અને ડિગ્નીટી ( આદર,સ્વાભિમાન,સન્માન) વધુ જરૂરી .( બન્ને એક સાથે જ પ્રયોજી શકાય.એકલો વિકાસ નહિ કે એકલી ડિગ્નીટી નહિ.બન્ને એક મેકના પુરક છે.)
પ્રોફેસર વોલ્ટર કહે છે કે પાકિસ્તાન અને ભારતને એક ત્રાજવે તોળવાની ટ્રમ્પની નીતિ અમેરિકા માટે ભવિષ્યમાં અનાદર કરનારી સાબિત થશે. બન્ને દેશો અણુ શકિત હોવા છતાં બન્નેની તુલના એક ત્રાજવે ન તોલી શકાય. અમેરિકા આર્થિક અને અણુશકિતની દ્રષ્ટિએ ભારત સાથે કયાંય ઉભુ રહિ શકે તેમ નથી.ભારતની જનતા પણ અમેરિકા આ બાબતની અવગણના ન કરે એવું ઈચ્છે છે.
પ્રોફસર વોલ્ટર લેખના અંતમાં માસ્ટરસ્ટ્રોક લગાવે છે. તેઓ કહે છે કે ટ્રમ્પે ભારતને એક વર્લ્ડ પાવર તરીકે લેવું જોઇએ. ભારતને વારંવાર જાહેરમાં સોઇ ભોંકીને ટ્રમ્પ કે અમેરિકાનો ઉધ્ધાર નહિ થાય. ભારત સાથેની ભાગીદાર વગર ટ્રમ્પના સપનાનું મેક અમેરિકા ગ્રેટ અગેઇન.(MAGA).
ફુટનોટ:
કહીં દીનો સે ધુંધલા દીખ રહા થા, આઇના સાફ કરતાં રહા,અબ પતા ચલાં કી ધુલ ચહેરે પે થી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!