વિદ્યા પુરુષ ડો.વિરમભાઈ ગોઢાણીયાને રાજ્યપાલનાં હસ્તે પુરસ્કાર એનાયત કરી સન્માનિત
પોરબંદર ખાતે 38 વર્ષની શિક્ષણ સેવા આપનાર વિદ્યા પુરુષ ડો.વિરમભાઈ ગોઢાણીયા ને રાજ્યના79મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યા એ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જી નાં હસ્તે ગૌરવ શાળી પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરાયા
પોરબંદર ખાતે માધવાણી કોલેજના પરિસરમાં રાજ્યના 79 માં સ્વતંત્ર દિવસ ની પૂર્વે સંધ્યા એ આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમમાં પોરબંદર વિસ્તારમાં 38 વર્ષની શિક્ષણ સેવા બદલ વિદ્યા પુરુષ ડો વિરમભાઇ ગોઢાણીયા નું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઇ પટેલ , રાષ્ટ્રિય સંત ભાઇ રમેશ ભાઇ ઓઝા સહિતના ગણ માન્ય મહાનુભાવો ની ઉપસ્થિતિમાં રાજ્યના આદરણીય રાજ્યપાલ આચાર્યદેવવ્રત જી નાં હસ્તે ગૌરવ શાળી પુરષ્કાર એનાયત કરીન અદ કેરું સન્માન અપાયું હતું .

પોરબંદર નાં ડો વી આર ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ ટ્રષ્ટ નાં પ્રમુખ સંકુલ ટ્રકના પ્રમુખ, જાણીતા દાતા અને વિદ્યાપુરુષ ડો વિરમભાઈ ગોઢાણીયા નો ઉછેર વિદેશમાં થયો હોવા છતાં પોરબંદર ની જન્મભૂમીને મહાન માને છે, તેઓ આપણા દેશની સંસ્કૃતિના સદાય પુરસ્કર્તા રહ્યા છે શિક્ષણ સેવા થકી પ્રેરાઈને પોરબંદરના સાંદીપનિ વિદ્યા નિકેતન હરિ મંદિર નાં પ્રણેતા રાષ્ટ્રિય સંત પૂજ્ય ભાઇ શ્રી રમેશ ભાઇ ઓઝા નાં હસ્તે” રાજશ્રી એવોર્ડ “ થી વિભૂષિત થયા છે.
આ ઉપરાંત તેઓને નાં હસ્તે” ધર્મ રત્ન “ અને “ નગર રત્ન “ થી સન્માનિત થયા છે.
પોરબંદરરોટરી કલબ દ્વારા શિક્ષણ ક્ષેત્રે પોરબંદર પંથકમાં માતબર અનુદાન આપવા બદલ “હુસેન ચાચા એવોર્ડ” એનાયત કરાયો હતો.તેમજ મહેર સુપ્રિમ કાઉન્સિલ નાં સ્થાપક પ્રમુખ ડો વિરમભાઈ ગોઢાણીયા ને મેર સમાજ દ્વારા”વિર ભામાશા “અને” સમાજ રત્ન” એવોર્ડ થી વિભૂ ષિત કરાયા છે. શિક્ષણ ક્ષેત્રે મૂલ્ય વાન પ્રદાન અને શિક્ષણ પ્રત્યે પ્રતિ બદ્ધતા નાં કારણે વર્ષ ૨૦૦૬ મા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિશેષ વ્યક્તિતરીકે “ગુજરાત ગૌરવ એવોર્ડ” થી નવાજવામાં આવ્યા હતા.
તેમના 75 વર્ષે અમૃત મહોત્સવ અવસરે ગુજરાત શિક્ષણ ક્ષેત્રના વિશેષ વ્યક્તિઓએ તેમના વિશે શુભેચ્છા ઓ સાથે લખેલ લેખો નો અમૃત પર્વ અભિવાદન ગ્રંથ પ્રકાશિત કરી સા રસ્વ ત વંદના કરવામાં આવી હતી
આજે તેઓની ઉંમર ૮૫ વર્ષની હોવા છતાં યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવતા ડો. વિરમભાઈ ગોઢાણીયા તબીબી ડોક્ટર હોવા છતાં શિક્ષણમા અપ્રતિમ રસ રુચિ ધરાવે છે ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ ની આડત્રીસ વર્ષની શિ ક્ષણ યાત્રા મા ગોઢાણીયા ત્રણ શૈક્ષણિક સંકુલ ની માળખાગત અત્યાધૂનિક સુવિધાઓ અને શિક્ષણની ગુણવત્તા નાં કારણે ને કારણે જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની એક માત્ર આ ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ ને ન્યુ દિલ્હીની નેક સંસ્થા દ્વારા A -gred ગ્રેડ મળતા હવે ગોઢાણીયા ઓ ટો મસ યુનિવર્સિટી આવનારા વર્ષોમાં થશે એ આપણા વિસ્તારનું ગૌરવ બની રહેશે
તેઓ તેઓ શિક્ષણ,ઇનોવેશન ક્રિયેટી વીટી, આર્ટ ફેશિયલ ઇન્ટેલિજન્સ(A .I.) ડિજિટલ ટેકનોલોજીમાં સતત વાંચન ચિંતન મંથન કરતા રહ્યા છે. તેઓએ લખેલ”રાષ્ટ્રિય શિક્ષણ નીતિ 2020 એક ચિંતન મારી નજરે” ક્વોલિટી એજ્યુકેશન” શિક્ષણની આજ, ગઈકાલ અને આવતી કાલ “ ,”સહિયારી સચિત્ર શિક્ષણ યાત્રા જ્ઞાનોતસ્વ ““આ પુસ્તકોનો નું પ્રકાશન કરી વિદ્યા પુરુષ તરીકે નું બિરુદ સાર્થક કરી આ વિસ્તારનું ગૌરવ વધાર્યું છે ત્યારે આજે તેઓને ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જી નાં વરદ હસ્તેગૌરવશાળી પુરસ્કાર એનાયત થયો છે. ત્યારે ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ ગૌરવની લાગણી અનુભવી ટ્રષ્ટ નાં મેનેજિંગ ટ્રસ્ટી અર્જુન ભાઇ મોઢવાડિયા, ટ્રસ્ટી ભરત ભાઇ ઓડેદરા, શાંતા બેનભરત ભાઇ ઓડેદરા, જયશ્રી બેન વિરમભાઇ ગોઢાણીયા , ભરત ભાઇ વિસાણા તેમજ જુનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કર્મઠ કુલપતિ ડો .. પ્રતાપસિંહ ચૌહાણ અને પોર બંદર નાં જાણીતા કેળવણી કાર ડો ઈશ્વરલાલ ભરડા તેમજ સમગ્ર ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ પરિવાર ગૌરવની લાગણી અનુભવી હાર્દિક અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવે છે સ તમ જીવો શરદ
