પોરબંદરમાં એકટ્રોસીટીની ફરીયાદમાં આગોતરા જામીન આપતી ડીસ્ટ્રીકટ કોર્ટ

સમેગા ગામે વસવાટ કરતા રવજીભાઈ મારૂ એ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરીયાદ લખાવેલી હતી. કે, હનુમાનગઢ ગામે રહેતા રાજુભાઈ કાનાભાઈ ગોઢાણીયા તથા વડોદરા રહેતા મુકેશ સીવદાસભાઈ જાદવ દ્રારા વર્ક પરમીટ ઉપર પોલેન્ડ દેશમાં મોકલવાની કામગીરી કરતા હોય તેથી ફરીયાદી તથા તેના સંબંધી ભરતભાઈ સોલંકી દ્રારા આરોપીઓ સામે ફોરેન જવા માટેના રૂપીયા ભરીને કાર્યવાહી કરેલી હતી. પરંતુ અન્ય લોકો પોલેન્ડ ગયેલા હોય અને ત્યાં કામ મળતુ ન હોવાની વાત કરતા ફરીયાદી તથા  આરોપીની ઓફીસે જઈ પૈસા પાછા માંગતા આરોપીઓએ પૈસા પાછા આપવાને બદલે ધમકીઓ આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ગુન્હાહીત કૃત્ય કરેલ હોવાની ફરીયાદ કરતા તે સંબંધે બંને આરોપીઓએ પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે ધરપકડ થી બચવા આગોતરા જામીન અરજી કરતા અને તેના સમર્થનમાં વિગતવાર દલીલ કરતા જણાવેલ કે, આરોપીઓએ અનેક લોકોને પોલેન્ડ મોકલેલા છે. અને ફરીયાદી તથા સાહેદ ના પણ વર્ક વીઝા આવી ગયેલ છે. અને પોલેન્ડમાં કામ કરવા માટેની નોકરીનો ઓફર લેટર પણ આવી ગયેલો હોય અને તે રીતે આરોપીની ઓફીસમાં સી.સી. ટીવી કેમેરા હોય અને તેમાં તમામ બાબત રેકર્ડ થયેલી હોય અને કોઈ બનાવ બનેલ ન હોય અને ફરીયાદી તથા સાહેદ પોલેન્ડ જવા માંગતા ન હોય તેથી તમામ રકમ પાછી માંગતા હોય પરંતુ બંને આરોપીઓને વર્ક પરમીટ મેળવવામાં મોટી રકમનો ખર્ચ થયેલો હોય અને તેથી પૈસા પાછા આપી શકે તેમ ન હોય અને ફરીયાદી તથા સાહેદે લખાણ કરીને પોતે જવા માંગતા ન હોય તો કોઈ પૈસા પાછા માંગી શકશે નહીં. તેવુ સ્પષ્ટ લખાણ કરાવેલુ હોય આમછતાં દબાણ લાવવા ખોટી ફરીયાદ કરેલી હોય પરંતુ આરોપીઓએ કોઈ ગુન્હો કરેલો જ ન હોય અને જેલમાં જાય તો આબરૂ અને પ્રતિષ્ઠાને નુકશાન પહોંચે તેમ હોય અને સજાની જોગવાઈ ૭ વર્ષ કરતા અંદરની હોય તે સંબંધે હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજુ રાખતા એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજશ્રી શર્મા સાહેબ દ્રારા પોલીસ પેપર્સ તથા એડવોકેટ ની દલીલ ઘ્યાને રાખી બંને તહોમતદારોને શરતોને આધીન આગોતરા જામીન મંજુર કરેલ છે.

આ કામમાં આરોપી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, નવધણ જાડેજા, ભુમી વરવાડીયા, ચાંદની મદલાણી, ભાવના પારધી ૨મેશ ગોઢાણીયા રોકાયેલા હતાં.

Please follow and like us:
Spread the love
CATEGORIES
TAGS

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!