રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડાૅ. કેશવરાવ બલીરામ હેડગેવારનો આજે જન્મદિવસ :

,*મહાન ક્રાંતિકારી–વ્યક્તિ નિર્માણ દ્વારા,રાષ્ટ્ર નિર્માણ -*
*ડો. કેશવરાવ બલિરામ હેડગેવાર નો જન્મ 1-04 1989 ના રોજ થયો હતો જે તિથિ મુજબ
*.ચૈત્ર સુદ એકમ, ગુડી પડવો, છે આજે તા.* *૯-૪-૨૦૨૪. મંગળવાર જન્મદિવસ*

*હિન્દુ કાલગણના પ્રમાણે નવા વર્ષની શરૂઆત.*

આપણા દેશમાં કાલગણના માટે ઘણી પદ્ઘતીઓ છે. પરંતુ આ પદ્ઘતી ઈ.સ.પહેલાની વૈદીક કાલગણના મુજબની ખુબ જ પ્રાચીન પદ્ઘતી છે. આજના દિવસે બ્રહ્માજીએ સૃષ્ટીનું નિર્માણ કરેલુ. સમ્રાટ વિક્રમાદિત્ય દ્વારા વિક્રમી સંવતનો શુભારંભ, મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક, દશાવતારમાં મત્સ્ય અવતાર અવતરણ,આ દિવસે સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા આર્યસમાજની સ્થાપના થઈ. નવરાત્રીનો પ્રારંભ (શક્તિની આરાધના) તથા ભગવાન ઝુલેલાનો જન્મ દિવસ જેવા દિવસો છે. આજ દિવસે નાગપુરમાં એક મહાન દેશભકત ડાૅ. કેશવરાવ બલીરામ હેડગેવારનો જન્મ થયેલ. જેમણે વિશ્વનું સૌથી મોટું દેશભકત સંગઠન એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરેલ. આ મહાન દેશભકત વિશે થોડુ જાણીએ.

માટીમાંથી મર્દોનું સર્જન કરનાર એવા
મહાન ક્રાંતિકારી,ડાૅ. કેશવરાવ બલીરામ હેડગેવાર જે મહાપુરુષની પ્રેરણા અને જ્ઞાનને લીધે આપણને કાર્ય કરવાની પ્રેરણા જાગૃત થાય છે, કે જેમને આજે વર્ષો બાદ પણ આજે યાદ કરીએ છીએ તે દેશભકત વિશે જાણીએ.

જેમનો જન્મ ચૈત્ર સુદી એકમ-ગુડીપડવો વર્ષ પ્રતિપદા ૧, એપ્રિલ ૧૮૮૯ના રોજ થયો હતો. ફકત બાર વર્ષની ઉંમરે માતા રેવતીબાઈ અને પિતા બલીરામજીનું હૃદયદ્રાવક અવસાન થયું. કાકા આબાજી હેડગેવારની છત્રછાયામાં બાળપણ વિતાવ્યુ. છત્રપતિ શિવાજી મહારાજની વાર્તાઓમાંથી સ્ફૂર્તિ પ્રાપ્ત કરી.

નાનપણથી જ દેશભકિતની દાજ : સીતાબરડી કિલ્લા ઉપરથી યુનીયન જેક ઉતારી ભગવો ધ્વજ ફરકાવવાની યોજના. નાનપણ સ્કુલમાં, વંદે માતરમ્ આંદોલનની શરૂઆત કરી. આખી હાઇસ્કુલમાં જરૂરી સફળતા. બંને નિવાસીય હાઇસ્કુલમાંથી બરતરફી થઇ. ત્યારબાદ યવતમાળ અને પૂનામાં શિક્ષણ પુરું કર્યા બાદ ૧૯૧૦માં કલકત્તામાં દાકતરીનો અભ્યાસ શરૂ કર્યો. આમ બંગાળ એટલે આખા ભારતનું ક્રાંતીકારી ઘર. આમ ચાલુ અભ્યાસે બંગાળી જીવન સાથે સમરસતા કેળવી લીધી. મહાન ક્રાંતીકારીઓ શ્રી શ્યામસુંદર ચક્રવર્તી, શ્રી મોતીલાલ ઘોષ, ‘અમૃત બઝાર પત્રીકા’ ના સંપાદક અને તે સમયના ક્રાંતીકારી નેતાઓ સાથે ગાઢ પરિચય અને આ ક્રાંતીકારીઓ વડે દેશભકિતના કામમાં જોડાણા. આ ક્રાંતીકારીઓથી છુપી પોલીસ પણ થાકી જતા. ૧૯૧૪ માં એલ.એમ.એસ. ની પરીક્ષા પાસ કરી. બાદ એક વર્ષ સુધી કલકત્તામાં જ નિવાસ કરીને રહ્યા. ૧૯૧૬ માં નાગપુર પાછા ફરવું. નોકરી કે નિર્વાહની ચિંતા. ૧૦ વર્ષનો મંથનકાળ, કોંગ્રેસ, હિંદુ મહાસભા તેમજ ક્રાંતીકારી દળો સાથે સામાજીક આંદોલનમાં પુરા જોશથી કાર્ય કર્યું. તેમના મનમાં સતત એક પ્રશ્ન ઊઠતો હતો કે દેશ ગુલામ કેમ બન્યો? નાગપુરમાં અસહયોગ સપ્તાહ ઉજવવા માટે નિમાયેલી સમિતિના મંત્રીઓમાં ડાૅકટરજી પણ હતા.

૧૯ર૦ના કોંગ્રેસના નાગપુર અધિવેશન વેળાએ ડાૅકટરજી કોંગ્રેસ સ્વયંસેવક દળના પ્રમુખ હતા. બહુ ઓછા લોકોને એ વાતની ખબર હશે કે આ અધિવેશનમાં ”લોકતંત્રની સ્થાપના અને દુનિયાના તમામ દેશોની પૂંજીવાદી શિકતઅદથી મુિકત”ની માંગણીના ઠરાવના જનક ”નાગપુર નેશનલ યુનિયન”ના ડાૅકટર હેડગેવાર જ હતા.

બાદ ૧૯ર૧ માં અસહકાર આંદોલનમાં પહેલા કારાવાસ કર્યા બાદ તમામ દેશભકિતના આંદોલનમાં અને હિંદુ સમાજમાં શું ત્રુટી છે તે અંગેનું મનન કરી.
ઇ.સ. ૧૯રપમાં વિજયાદશમીના શુભ દિવસે નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી. ફકત વાતો નહીં પણ વ્યકિત નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ ના સ્પષ્ટ વિચાર સાથે કોઇપણ કાર્યની શરૂઆત પોતાનાથી કરતા. અને એકવાર અમરાવતી નાગપુર રોડ પરેડ માટે આડગાંવથી ૩પ માઇલ પગે ચાલીને ગયા.
૧૯૩૦માં સત્યાગ્રહમાં અકોલા જેલમાં કારાવાસ. બે વર્ષ કારાવાસમાં ફકત દેશભકિત, સંઘની ચિંતા. આમ સંઘની શકિત વધતી ગઇ. ૧૯૩ર અને ૩૪ માં મધ્યપ્રાંત સરકારે એક સરકારી પત્રક દ્વારા સંઘની ઉપર કરેલા આક્ષેપો અને તેનું યોગ્ય ખંડન કર્યું. દારીદ્રયની પરવા કર્યા વગર કાર્યમાં અગ્રેસર રહેવાની વૃતિ, તન, મન, ધનથી સેવા કરવાની. આમ પોતાના દેશભકિત કાર્યમાં શ્રેષ્ઠ ચરીત્ર રહ્યું હતું. શત્રુ પણ તેમને આંગળ ચીંધી ન શકે. ‘લાંબુ જીવવાની મને ઇચ્છા નથી. મારું કાર્ય એ જ મારું જીવન છે.’
૧૯૩૯માં સખત પરીશ્રમને હિસાબે બિમાર પડયા. ર૦ જુન, ૧૯૪૦ના રોજ મૃત્યુ પહેલાના દિવસે સંઘ કાર્યની જવાબદારી મા. શ્રી ગુરૂજીને સોંપી અને આવા ઋષિતુલ્ય દેશભકતે ર૧ જુન, ૧૯૪૦ના દિવસ નાગપુરમાં અવસાન પામ્યા.

*ડોક્ટરે હિન્દુ સમાજ ની બુરાઈને પારખી ખરા અર્થ મા સચોટ દવા કરી વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ દ્વારા હિન્દુ સમાજને સંગઠિત કરવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી આજે વિશ્વમાં શ્રેષ્ઠ સંગઠન નિર્માણ પામેલ છે .*

પ.પૂ. ડોકટરજી દ્વારા આરંભાયેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નિરંતર બળવાન થઈ રહ્યો છે. એના કારણે હિન્દુ રાષ્ટ્રનો વૈભવકાળ નજીક આવી રહ્યો છે એમા કોઈ સંદેહ નથી. આ સમયે એ જ ઈચ્છા છે કે રાષ્ટ્રદશર્ી ડોકટરજીના આ જીવનચરિત્રમાંથી પ્રત્યેકને પોતાનું રાષ્ટ્રીય કર્તવ્ય કરવાની પ્રેરણા સતત મળતી રહે.

કાર્યને અનુરૂપ સ્વભાવ પરિવર્તન આણનારી ડોકટરસાહેબની વિવેકબુદ્ઘિ અદ્દભુત હતી. શ્રી ગુરુજી.

વંદેમાતરમ્ , ભારત માતા કી જય

*જયેશ સંઘાણી,૯૪ર૮ર ૦૦પર૦ jrsanghani@gmail.com*

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!