પોરબંદર માં બાળધર્મ સંસ્કાર સિંચનની 100 મી શિબિર નું સમાપન

સ્વસ્તિક ગ્રુપ પોરબંદર સાથે પ્રેરક શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળના સંયુક્ત ઉપક્રમે આયોજિત બાળધર્મ સંસ્કાર સિંચન શિબિર ની સેન્ચ્યુરી 100 શિબિર નું સમાપન*

સ્વસ્તિક ગ્રુપ પોરબંદર ની 35″ પ્રકારની સેવાઓ અંતર્ગત પ્રેરક શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ ના સંયુકત ઉપક્રમે આયોજિત સનાતન હિન્દુ ધર્મના ભાતીગળ સાંસ્કૃતિક વારસા જતન અર્થે બાળકોમાં ધર્મ સંસ્કાર પ્રત્યે રુચિ સહષૅ ભજન કીર્તન શ્લોક ચાલીસા સત્સંગ પ્રાર્થના નું કંઠસ્થ કળા ઉજાગર કરવા તેમજ માતાપિતા ગુરુ વાલી વડીલો સાથેનો આદૅશ વ્યવહાર ના સંસ્કારનું પ્રશિક્ષણ શિબિરમાં દર શનિવારે બાળકોને મનપસંદ નાસ્તો સાથે ઉપયોગી સપ્રેમ ભેટ અને ઈશ્વરને ગમતી અને આત્મિય આનંદની ધાર્મિકપ્રવૃત્તિઓમાં સહભાગી બનવાના અવસરને પરિપૂર્ણ કરવાના ભગીરથ પ્રયાસને આજે સેન્ચ્યુરી 100″ મી શિબિર સમાપને સીબીરાથીૅ બાળકોને “ધર્મવીર અભિવાદન” ટાઈટલ નું સન્માન પત્ર સાથે વસ્તુ સપ્રેમ ભેટ અને મનપસંદ નાસ્તો વિતરણ નો સુંદર કાર્યક્રમ યોજાયો આપણા પરિવાર અને સગાસંબંધી સ્નેહીજનોના બાળકોને ઉપરોક્ત શિબિરમાં સામેલ કરવાનાં આહવાન સાથે માનવજીવન સંસ્કાર યજ્ઞમાં સમય ની આહુતિ આપી આપણા વારસદારોને પરીવાર નું સન્માન શાસ્ત્રો ધર્મગ્રંથ પ્રત્યેનું જ્ઞાન વધુ પ્રસ્થાપિત બની રહે ના શુભ હેતુ સાથે ધર્મ સંસ્કાર પ્રસાર પ્રચાર અને હિન્દુ ધર્મના પ્રણેતા બનવાના સંકલ્પની સિદ્ધ કરતા આધ્યાત્મિક સુખ પ્રાપ્ત કરી માનવજીવન સાર્થક કરતા આત્મીય સુખ પ્રાપ્ત કર્યા ના આનંદ સાથે સર્વ શિબીરાથીૅ બાળકો અને વાલીગણ ને સંસ્થાપક વીનેશભાઈ ગૉસ્વામી એ ખૂબ ખૂબ ધન્યવાદ અને નુતનવર્ષા અભિનંદન પાઠવ્યા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!