રાણાવાવના ખેડૂતના ઘરમાં છ લૂંટારૂઓ ઘૂસ્યા – પરિવારને ધમકાવી રૂ. ૧૯.૭૦ લાખની લૂંટ

રાણાવાવ – પોરબંદર:
તા. ૨૮ જુલાઈના રોજ રાણાવાવ પાસે આવેલા ખીજદળ ગામે એક મોટી લૂંટની ઘટના બની છે. ખેડૂત કરશનભાઈ દેવાણંદભાઈ નંદાણિયાના વાડી મકાનમાં છ અજાણ્યા શખ્સોએ છરી સહિતના હથિયાર સાથે ઘૂસણખોરી કરી અને પરિવારજનોને ધમકાવીને લૂંટ ચલાવી હતી.

લૂંટારૂઓએ ફરીયાદી કરશન ભાઈને ઢીકાપાટુનો માર માર્યો અને જશુબેન, સગાં પમીબેન અને ૮ વર્ષના દિકરા દક્ષને મોઢા પર મુંગો આપી . છરી ગળે મુકીને બાળકીને ધમકી આપી કે “બોલીશ તો જાનથી મારી નાંખીશ”, એમ કહ્યું હતું. આ દરમિયાન પમીબેન બચાવવા આગળ આવી તો એક શખ્સે છરી વડે તેમના બન્ને હાથની આંગળીઓમાં ઘા મારી દઈ ગંભીર ઈજા પહોંચાડી.

પછી આ લૂંટારૂઓએ તમામ લોકોને રૂમમાં પુરીને બહારથી દરવાજો બંધ કરી દીધો અને ઘરનાં કબાટ તોડી તેમજ ચાવીઓ વડે ખોલી અંદરથી સોનાના દાગીના (૧) સોનાના મંગલસુત્ર-૪ (૨) સોનાના પેંડલ સેટ-૩ (૩) સોનાના ચેઇન-૨ (૪) સોનાની વીંટી નંગ-૪ (૫) સોનાની લક્કી-૧ જે લક્કીમાં શીવલીંગ તથા ઓમ ની ડીઝાઇન રૂદ્રાક્ષના પારા વાળી (૬) સોનાની બુટ્ટી જોડી-૨ મળી સોનાના દાગીના આશરે ૨૭ તોલા જેની આશરે કી.રૂા ૧૮,૯૦,૦૦૦/- તથા રોકડ રૂપીયા ૮૦૦૦૦/- મળી કુલ દાગીના અને રોકડ રકમ મળી કુલ ₹૧૯.૭૦ લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા.

આ મામલે રાણાવાવ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટના બાદ ગ્રામજનોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે અને લોકોએ પોલીસથી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

પોલીસ માટે હવે આ લૂંટનો ઘટસ્ફોટ કરવો મોટો પડકાર બની રહ્યો છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!