પોરબંદરની ઓડદર સ્થિત ગૌશાળા ને હાઈટેક બનાવવા પ્રથમ પગલું

(નિમેષ ગોંડલીયા,પોરબંદર  )પોરબંદર મહાનગરપાલિકા ખાતે જિલ્લા કલેકટર,મ્યુનિસિપલ કમિશ્નર, ધારાસભ્ય સહીત દાતાઓની હાજરીમાં મહત્વ ની બેઠક યોજાઈ

હાલમાં તાત્કાલિક કઈ કઈ પ્રાથમિક સુવિધાઓ ગૌમાતા અને નંદી માટે ઉભી કરી શકાય તે બાબતે થઇ મહત્વની ચર્ચાઓ

શ્રી બાલા હનુમાન ગ્રુપ દ્વારા ઓડદર સ્થિત ગૌ શાળામાં ગૌમાતા અને નંદીના નિભાવ માટે અનુદાનની જાહેરાતની સાથોસાથ સૌને ગૌ સેવાના કાર્યમાં જોડાવવા અપીલ અનુસંધાને દાતાશ્રીઓ દ્વારા રૂપિયા બે કરોડ થી વધુનું અનુદાન આપતા હવે ગૌ શાળાનું સુવ્યવસ્થિત સંચાલન થાય, જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તેમજ ભવિષ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરી હાઈટેક ગૌશાળા નું નિર્માણ કરવા માટે શું શું આયોજન કરી શકાય તે અંગે ની એક બેઠક પોરબંદર મહાનગરપાલિકા ખાતે મળી હતી.
આ બેઠક માં પોરબંદરના ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, પોરબંદર જિલ્લા કલેકટરશ્રી એસ. ડી. ધાનાણી,મ્યુનિસિપલ  કમિશનર એચ.જે. પ્રજાપતિ, ડે.કમિશનર હર્ષ પટેલ, પૂર્વકેબિનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા, ઉદ્યોગપતિકેતનભાઈ ગજ્જર, અગ્રણી રામદેવભાઈ મોઢવાડીયા, સાગર મોદી, પદુભાઈ રાયચુરા, અનિલભાઈ કારીયા, લાખણશી ગોરાણીયા, કેતનભાઈ ભરાણીયા, મનીષભાઈ સિંધવ, બિરાજ કોટેચા, અનિલરાજ સંઘવી, અજય દતાણી, સુમિત સલેટ, વિજય ઉનડકટ, જ્યેન્દ્ર ખૂંટી સહીત ગૌ શાળા માટે દાન આપનાર દાતાશ્રીઓ, વરિષ્ઠ પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ મિટિંગ માં ઉપસ્થિત સૌ દ્વારા ગૌ શાળા ના વિકાસ માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. હાલમાં તાત્કાલિક ધોરણે ગૌમાતા ને પૂરતો ઘાસચારો મળી રહે તે માટેની વ્યવસ્થા કરવી, ઘાસચારો નાખવા માટે આર.સી.સી., પ્લેટફોર્મ તૈયાર કરવુ તથા ૫શુઓ વ્યવસ્થીત ઘાસચારો ચરી શકે તે માટે એલ્યુમિનિયમ સેકશન કે લોખંડથી ગમાણ (સ્ટોરેજ) બનાવી તેમજ આગામી દિવસો માં વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરી ગૌશાળા ને હાઈટેક ગૌશાળા બનાવવા નું આયોજન કરવા ચર્ચાઓ કરવામાં આવી હતી, તેમજ આગેવાનો, દાતાશ્રીઓ દ્વારા કરવામાં આવેલ સૂચનોની પણ નોંધ કરી ને આગામી દિવસો માં વિવિધ મુદ્દાઓ ઉપર નિરીક્ષણ કરવામાં આવશે અને સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસો હાથ ધરાશે.
આગામી દિવસો માં ગૌ શાળાના સંચાલન માટે જિલ્લા કલેકટરશ્રી અને મહાપાલિકા ના કમિશનર સાહેબ શ્રી ની અધ્યક્ષતામાં એક સંકલન સમિતિની રચના કરવામાં આવશે અને આ સમિતિ દ્વારા ગૌશાળાનું સંચાલન કરવામાં આવશે તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવનાર છે ત્યારે આગામી દિવસો માં ઓડદર ગૌ શાળા માં ગૌમાતા અને નંદીઓ માટે ઉભી થતી વિવિધ સમસ્યા નો ઉકેલ આવશે.

Please follow and like us:
Spread the love
CATEGORIES
TAGS

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!