પોરબંદર મહાલક્ષ્મી મંદીર માં 31 લાખ ની ચલણી નોટ અને સિકા ઓનો શણગાર

દર વર્ષની પરંપરા મુજબ મહાલક્ષ્મી માતાને નોટોઅને સિક્કા નો શણગાર થાય છે
પોરબંદરમાં મહાલક્ષ્મી મંદિર માં દિવાળીના દિવસે મહાલક્ષ્મી માતાજીની પૂજા કરવાનું અનેરુ મહત્વ પોરબંદરના 192 વર્ષ જુના મહાલક્ષ્મી મંદિરમાં દર વર્ષે દિવાળીના પર્વમાં માતાજીને ચલણી નોટો તથા સિક્કાના શણગાર કરવામાં આવ્યો અને તેના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો આવે છે આ વર્ષે 31 લાખના ચલણી નોટો તથા સિક્કા નો શણગાર માતાજીને કરવામાં આવ્યો હતો
11 મણ કંકુમાંથી પાઉચ તૈયાર કરાયા
મહાલક્ષ્મી માતાજીના મંદિરે દર દિવાળીના દિવસે ખારવા જ્ઞાતિના 51 દંપતિ સવારના ગણેશજી અને મહાલક્ષ્મીજી ની પૂજા અર્ચના કરીને પ્રાર્થના કરે છે આ ઉપરાંત દર વર્ષે લાખો રૂપિયાની ચલણી નોટોનો શણગાર માતાજીને ચઢાવવામાં આવે છે ત્યારે આ વર્ષે 31 લાખ રૂપિયાના ચલણી નોટો તથા સિક્કા નો શણગાર માતાજીને કરવામાં આવ્યો હતો અને ભવ્ય દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં આ દર્શનનો લાભ લોકોએ લીધો હતો
