જીએમસી સ્કૂલમાં ગણેશ ચતુર્થી મહોત્સવની ધામધૂમ લથી ઉજવણી

(નિમેશ ગોંડલીયા )
પોરબંદર ની જીએમસી સ્કૂલમાં ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરવાના હેતું સાથે ગણેશ ચતુર્થી મહોત્સવ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તેમાં સ્કૂલ નાના ભૂલકાઓ તેમજ વિદ્યાર્થીઓએ ઇકોફ્રેન્ડલી ગણપતિ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ માટી,લોટ,મીણ
વેગેરેમાંથી સુંદર ગણપતિ બનાવ્યા હતા. સ્પર્ધામાં વિજેતાઓને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા.
અને ત્યારબાદ વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલ તેમજ શિક્ષકોઓએ ગણપતિ બાપા નું પૂજા અર્ચના કરેલ અને વિધ્નહર્તા પાસે બધા ના વિઘ્ન દૂર કરવા અને તમે અમારી સાથે રહો તેવા આર્શીવાદ માટે પ્રાર્થના કરી ને બાળકો એ ગણપતિ બાપા મોરીયા બોલીને આવકાર્યા હતા આ તકે સ્કૂલના પ્રિન્સિપાલ મનોજ પરમાર સર એ ગણપતિ બાપા ના મહિમા વિષે આપણે ત્યાં સર્વ શુભ કાર્યોમાં પ્રથમ પૂજા તેઓની થાય છે અને સર્વ ગણોનો અધિપતિ બનાવ્યા તેથી તેનું નામ ગણેશ પડ્યું આ વિષે માહિતગાર કર્યા હતા અને ગણેશોત્સવના પાવન અવસરે બાળકોને માત્ર પૂજા-અર્ચન શીખવવાના બદલે વડીલો પ્રત્યે આદર અને માતા-પિતા પ્રત્યે શ્રદ્ધા કેવી રીતે વ્યક્ત કરવી તે જીવંત સંદેશ આપવામાં આવેલ. આ પ્રસંગે
સંસ્થા ના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા તેમજ ટ્રસ્ટીઓએ પ્રિન્સિપાલ ,શિક્ષકગણ, વિદ્યાર્થીઓને તેમજ વાલીગણને ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામના પાઠવેલ હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!