પોરબંદર માં “સંઘ ગંગા કે તીન ભગીરથ”નાટક ને નિહાળી દર્શકો  મંત્રમુગ્ઘ થયા

પોરબંદરમાં તારીખ:૧૦-૦૯-૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ પોરબંદર આયોજિત નાગપુર થી “રાધિકા ક્રિએશન નાગપુર” પ્રસ્તુત “સંઘ ગંગા કે તીન ભગીરથ દ્વિઅંકી હિન્દી નાટક” નિઃશુલ્ક રાખવામાં આવેલુ. આ નાટક પોરબંદરના પ્રખ્યાત શ્રી હરી મંદિર નાં સાંદિપની ઓડિટોરિયમમાં રાખવામાં આવેલ હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની દ્રષ્ટિએ પોરબંદર જિલ્લાના ઉપલેટા,જામજોધપુર,ભાણવડ,કુતિયાણા,રાણાવાવ અને પોરબંદર શહેરમાંથી નક્કી કરેલ પ્રબુદ્ધ લોકોને તેમજ સ્વયંસેવક પરિવારને નિમંત્રીત કરેલ.
અખંડ ભારતવર્ષનાં એક સૈકાના સંગઠિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં કાર્યકાળ દરમ્યાન દેશને વિકાસની દિશામાં પ્રયાણ કરવા તથા રાષ્ટ્ર સર્વોપરીના પથદર્શક બનેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ત્રણ પૂજનીય સરસંઘચાલકજી નાં જીવનકવન આધારિત અને તેઓશ્રીના કાર્યોની સંકલિત વિગતો દર્શીત અને સંપાદિત ઘટનાઓ નિરૂપતા સંઘ ગંગા કે તીન ભગીરથ નાટક ને નિહાળવા મોટી સંખ્યામાં નિમંત્રીતો પધારેલા.
આ નાટક થી દર્શકોને સંઘના સ્થાપક અને તેમના ઉતરાધિકારોના જીવનમાંથી પ્રેરણા મેળવવાની તક મળી. આ નાટક થકી સંઘના ઇતિહાસના મહત્વના પાસાઓને લોકો સુધી પહોંચાડવામાં આવ્યા.

ડો.હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ પોરબંદર દ્વારા નાગપુરથી પધારેલ નાટ્ય કલાકારો તથા તેમની ટીમને તેમજ આ નાટકમાં આર્થિક સહયોગ આપનાર મહાનુભાવોને સ્મૃતિભેટ આપી સન્માનિત કરવામાં આવેલ.

નાટ્યકલાકારો માટે રાત્રિનિવાસ તેમજ ભોજન વ્યવસ્થા સાંદિપની આશ્રમ ખાતે રાખવામાં આવેલી તેમજ બહારગામથી નાટક નિહાળવા આવેલ દર્શકોમાટે ભોજન વ્યવસ્થા રાખવામાં આવેલ.

આ સમગ્ર નાટકના આયોજનને સફળ બનાવવા સ્વયંસેવકો તેમજ સંઘના વિવિધક્ષેત્રોના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવેલ ધનજીભાઈ ગોહેલ
(ડો.હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ પોરબંદર.)

માહિતી :-
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
(R.S.S.)
તેજસ જે. થાનકી
જિલ્લા પ્રચાર પ્રમુખ
પોરબંદર.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!