પોરબંદરમાં કોસ્ટગાર્ડ દ્વારા વોકાથોન-૨૦૨૨ યોજાઈ.૧૦૦ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો
પર્યાવરણ બચાવો, સમુદ્ર કિનારો સ્વચ્છ રાખોનો સંદેશ અપાયો
પોરબંદરમાં કોસ્ટગાર્ડ હેડકવાર્ટર ખાતે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૧૦૦ જેટલા લોકોએ તેમાં ભાગ લીધો હતો.
પોરબંદર ખાતે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા રનઅપ ટુ ધ ૪૭ રાઇઝીંગ ડે ૧ ફેબ્રુઆરી નિમિત્તે વોકાથોન-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું .કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર ખાતે આયોજિત આ વોકાથોનમાં ૧૦૦ જેટલા લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ આયોજન દ્વારા યુવા જોડાવવા માટે માર્ગદર્શન અને મોટીવેશન પૂરું પાડવામાં આવ્યું હતું વધુને વધુ યુવાનો લશ્કરમાં મા જોડાય દેશસેવામાં કરવા પ્રેરાય તે હેતુ છે. આ આયોજનમાં રેલીને કોસ્ટગાર્ડના
ડિસ્ટ્રીકટ કમાન્ડર દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું જે શહેરના રાજમાર્ગો પર ફરી હતી વોકાથોન દ્વારા પર્યાવરણ બચાવો,સમુદ્ર અને કિનારો
સ્વચ્છ રાખો સહિતના સંદેશ અપાયા હતા.મોટી સંખ્યામાં કોસ્ટગાર્ડ જવાનો તેમાં જોડાયા હતા અને જુદા જુદા મુદ્દે લોકજાગૃતિ લાવી હતી.