કુતિયાણામાં ઝઘડો : બકરા એ ઘઉં ચરી જતા   લાકડાના ધોકા અને કુહાડા વડે હુમલો

કુતિયાણા (તા.પોરબંદર) — બકરાના ઘઉં ચરી જવાના મુદ્દે ઉશ્કેરાઈ બે વ્યક્તિઓએ યુવક પર લાકડાનો ધોકાઅને કુહાડા વડે હુમલો કરી ઈજા પહોંચાડ્યાનો બનાવ કુતિયાણા તાલુકાના માંઝાપરા સરકારી આવાસ વિસ્તારમાં સામે આવ્યો છે.

ફરિયાદી વૈદેભાઈ રામભાઈ ખુંટી (ઉંમર ૨૮, જાતિ મેહર, ધંધો ટ્રક ડ્રાઈવિંગ, રહે. કુતિયાણા-માંઝાપરા સરકારી આવાસ) એ કુતિયાણા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, વૈદેભાઈ રામભાઈ ખુંટીના મકાનની ઉપર રહેતા મનીષભાઈ ભટ્ટીના બકરાએ આશરે આઠેક દિવસ પહેલા ગીગાભાઈના ઘઉં ખાઈ ગયો હતો.

આ બાબતે ગીગાભાઈએ મનીષભાઈને ઠપકો આપતા,   વૈદેભાઈ એ ગીગાભાઈને ઉંચા અવાજે બોલવાની મનાઈ કરી હતી. આ વાતનું મનદુખ રાખી ગીગાભાઈ તથા તેનો દિકરો  અજીત ગીગાભાઈ, બંનેએ ગઇકાલે તા. ૨૪/૧૦/૨૦૨૫ના રોજ રાત્રે આશરે ૨૦.૩૦ કલાકે  પોતાના ઘરની બહાર ખાટલામાં બેઠેલા તે  સમયે હુમલો કર્યો હતો.

ફરિયાદ મુજબ, ગીગાભાઈએ લાકડાનો ધોકો લઈને વૈદેભાઈ    ના જમણા કાનની પાછળના ભાગે ઘા મારી માથામાં ઈજા કરી હતી, જ્યારે અજીત ગીગાભાઈએ હાથાવાળો લાકડાનો કુહાડો લઈને હુમલો કર્યો હતો.   વૈદેભાઈ  બચવા જતા કુહાડાનો ઘા માથાના પાછળના ભાગે વાગતા ત્રણ ટાંકાની લોહીયાળ ઈજા થઈ હતી.

હુમલા બાદ બંને પિતાપુત્ર એ વૈદે ભાઈ ને “જાનથી મારી નાખીશ” એવી ધમકી આપી સ્થળેથી ફરાર થઈ ગયા હતા.

આ બનાવમાં બંને આરોપીઓએ એકબીજાને મદદ કરી ગુન્હો આચર્યો હતો તથા જિલ્લા મેજીસ્ટ્રેટ પોરબંદર દ્વારા જાહેર કરાયેલા હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કર્યો હોવાની પણ ફરિયાદમાં નોંધ છે.
પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!