આદિત્યાણા ગામે રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળી

આદિત્યાણા ગામે ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની જન્મ જયંતી પ્રસંગે ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ આ શોભાયાત્રા ને મહેર સમાજના આગેવાન અને એપીએમસી પોરબંદર ના ચેરમેન લખમણભાઇ ભીમાભાઈ ઓડેદરા દ્વારા ભગવાન શ્રીરામની બ્રાહ્મણના મંત્રો ચાર સાથે પૂજા વિધિ અને પુષ્પ વર્ષા કરીને શોભાયાત્રા ને પ્રસ્થાન કરાવ્યું હતું
પ્રભુ શ્રીરામની આ ભવ્ય શોભાયાત્રા નિમિત્તે સમસ્ત ગામને શ્રીરામ ગ્રુપ આદિત્યાણા તથા ધર્મ પ્રેમી યુવાનો દ્વારા ઉત્સાહ ઉમંગ અને જોશ સાથે ધજા પતાકા ઝંડિયો બેનરો દ્વારા ભવ્ય રીતે ગામની બજારોને શણગારવામાં આવેલ
આ શોભાયાત્રા ના રૂટમાં વિવિધ યુવક મંડળો મિત્ર મંડળો વેપારીઓ અને સમાજો દ્વારા 20 થી વધુ ચા પાણી તેમજ શરબતના સ્ટોલ રાખવામાં આવેલ તેમજ શોભાયાત્રામાં અનેક શણગારેલા અશ્વો સુશોભિત ટ્રેક્ટર ઓ શણગારેલ રથ સાથે ગામના અંદાજે 5,000 થી વધુ લોકો આનંદ ઉલ્લાસ અને ઉમંગ સાથે કોઈપણ જાતના એલાન કે આદેશ વિના ધંધા રોજગાર સ્વયંભૂ રીતે બંધ રાખીને જોડાયા હતા
પ્રભુ શ્રીરામની શોભાયાત્રા બપોરે 3:30 વાગ્યે રામ મંદિર થી નીકળીને મેન બજાર દસ્તાખ બાયપાસ વાછરા દાદા ના ચોક શંકર મંદિર થઈને નિજ મંદિરે પહોંચી ત્યાં સુધી ત્રણ ટ્રેક્ટર ઓ દ્વારા તમામ ભાવિકજનોને સતત બુંદી ગાંઠિયાનો પ્રસાદ વિતરણ કરવામાં આવેલ
આ શોભાયાત્રામાં એપીએમસી પોરબંદરના ચેરમેન લખમણભાઇ ભીમાભાઇ ઓડેદરા પૂર્વ ઉપપ્રમુખ ધીરુભાઈ કેશવાલા યુવા આગેવાન ભરતભાઈ કારાવદરા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી અને કાઉન્સિલર માલદેભાઈ મોઢવાડિયા યુવા મહેર આગેવાન આનંદભાઈ ઓડેદરા શહેર ભાજપના ઉપપ્રમુખ એભાભાઈ દાસા બ્રહ્મ સમાજના આગેવાન પ્રકાશભાઈ પંડિત સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહેલ
