ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહનું સમાપન

અંતિમ દિવસે સર્વે સમાજના આગેવાનોનું ભાઈશ્રીના હસ્તે અભિવાદન

ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ આયોજીત સાપ્તાહીક મહોત્સવ-ર૦ર૩ અંતર્ગત ચોપાટી મેળા ગ્રાઉન્ડમાં ૧૩ માર્ચથી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કથા દરમિયાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ જેવા પ્રસંગો ઉજવાયા હતા. આ ઉપરાંત ખેડૂતોના લાભાર્થે ઉદ્યોગ તથા કૃષિમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે વ્યસન મુક્તિ અને અંતિમ દિવસે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અંતિમ દિવસે યોજાયેલ મેડિકલ કેમ્પમાં બહોળી સંખ્યમાં લોકોએ લાભ લીધો હતો. આ કથા દરમિયાન રાત્રીના લોકડાયરો, સાંસ્કૃતિક કાર્યક્રમોથી સંસ્કૃતિ ઉજાગર થઇ હતી. રાત્રીના આ કાર્યક્રમોમાં દેવરાજ ગઢવી, કાજલબેન પટેલ, કીર્તિદાન ગઢવી, પ્રખ્યાત કાન-ગોપી આર્ટિસ્ટ ભીમભાઇ ઓડેદરા, રાજભા ગઢવી, શ્યામ ગઢવી, જયદેવ ગોસાઇ, ભીખુદાન ગઢવી, ડેવિન ઓડેદરા, લાખણ સિંહ આંત્રોલિયા, ધીરજ ઓડેદરા જેવા કલાકારોએ રંગ જમાવ્યો હતો. આ સપ્તાહ દરમિયાન ‘મહેર સમાજની વિકાસગાથા’ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવેલ. કથાના અંતિમ દિવસે પૂજ્ય ભાઇશ્રી તેમજ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરાના હસ્તે કથામાં સેવા આપનાર ઓડિટ સમિતિ, સ્વાગત સમિતિ, પ્રેસ-મીડિયા સમિતિ, રસોડા સમિતિ વગેરે કાર્યકરોનું અભિવાદન થયું હતું. તેમજ સર્વે સમાજના આગેવાનોને આમંત્રણ આપી તેમનું પણ ભાઇશ્રીના હસ્તે અભિવાદન થયું હતું. આ ઉપરાંત આ સમગ્ર કાર્યક્રમમાં તન, મન,ધન થી કોઈ પણ પ્રકારે સેવા આપનાર કાર્યકરો અને વિવિધ સમિતિના હોદેદારો સભ્યોનું પણ વિવિધ પ્રકારે સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખ વિમલજી ઓડેદરાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આ કથાના આયોજન માટે દાતાઓનો અનેરો અનુદાનનો સાથ મળ્યો છે. કથાનો ખર્ચ બાદ કરતા જે રકમ વધી છે જેનો શૈક્ષણિક કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું. આ ભગવતકાર્યમાં અનેક લોકોએ ઉદાર આર્થિક અનુદાન આપ્યું હતું, તો કોઈએ જેવી જેની સમય-શક્તિ પ્રમાણે દાન આપ્યું હતું. સંજયભાઈ લખધીરભાઈ ઓડેદરા (ગાત્રાળ ફુલ, છાંયા) એ આ સપ્તાહ દરમિયાન નિઃશુલ્ક ફૂલોની સેવા પૂરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખ વિમલજી ઓડેદરા, ઉપપ્રમુખો સર્વ શ્રી બચુભાઇ આંત્રોલિયા, આલાભાઈ ઓડેદરા, લાખાભાઈ કેશવાલા, સાજણભાઈ ઓડેદરા, નવઘણભાઈ મોઢવાડીયા, અરજનભાઈ બાપોદરા, કારાભાઈ કેશવાલા, નવઘણભાઈ મોઢવાડીયા, જીતેન્દ્રભાઈ વદર તથા યુવા ટીમ વતી અશોકજી ઓડેદરા, પોપટભાઈ ખૂંટી, હમીરભાઈ ખીસ્તરીયા,દેવાંગ મોઢવાડીયા સહિત અનેક યુવાનો તેમજ તમામ સમિતિઓના હોદેદારો અને સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!