પોરબંદરના યુવાને લગ્ન પ્રસંગે સેવાકાર્યો યોજ્યા



પોરબંદર જિલ્લા ભાજપ મીડિયા સેલ ના સહકન્વીનર હર્ષ રૂઘાણીએ પ્રિ-વેડિંગ શૂટ કે અન્ય ખોટા ખર્ચ કરવાને બદલે જુદી જુદી સંસ્થાઓ માં જરૂરિયાતમંદો ને જમાડી કરી અનોખી પહેલ
પોરબંદર જિલ્લા ભાજપ મીડિયા સેલ ના સહકન્વીનર હર્ષ રૂઘાણીએ પ્રિ-વેડિંગ શૂટ કે અન્ય ખોટા ખર્ચ કરવાને બદલે જુદી જુદી સંસ્થાઓ માં જરૂરિયાતમંદો ને જમાડી અનોખી પહેલ કરી છે.
પોરબંદર નિવાસી અ.સૌ. મમતાબેન તથા શ્રી ધર્મેન્દ્રભાઈ પ્રભુદાસ રૂઘાણી ના સુપુત્ર ચી. હર્ષ ના શુભ લગ્ન ચી. પાયલ જૂનાગઢ નિવાસી અ.સૌ. વર્ષાબેન તથા શ્રી રસિકલાલ કેશવલાલ મશરૂ ની સુપુત્રી સાથે સંવત 2082 માગશર સુદ 4 ને સોમવાર તા. 24-11-2025 ના મંગલ દીને નિર્ધારેલ છે.
ત્યારે હર્ષ રૂઘાણી એ લગ્ન પ્રસંગે પ્રિ વેડિંગ શૂટ કે અન્ય કુ રિવાજો પાછળ રૂપિયા વેડફવાના બદલે સેવાકીય કાર્યો યોજવાના સંકલ્પ સાથે પોરબંદરની શિશુકુંજ ( મનોદિવ્યાંગ બાળકોની વિશિષ્ટ શાળા ) જેમાં 26 બાળકો છે, તેમજ શ્રી પ્રજ્ઞાચક્ષુ સહાયક મંડળ – 25 થી27 લોકો છે તે ઉપરાંત શ્રી ભુંડીયા પ્રાગજી પરસોતમ ચેરીટાબેલ ટ્રસ્ટ તથા સમાધી સ્થાન ( પગાબાપા આશ્રમ ) 70 થી 72 લોકો છે.અને નેતરવાલા અંધ વૃદધાશ્રમ – 7 વૃદધો છે તેમજ હિતેશ કારિયા ટીફીન સેવા , પોરબંદર – 50 વૃદધો છે આ તમામ સંસ્થામાં દાન આપી ને નવતર પહેલ કરી સમાજ ને અનેરો સંદેશ આપ્યો છે. યુવાનની આ સેવા પ્રવૃતિ ને લોકો એ આવકારી અભિનંદન પાઠવ્યા છે.
