સેવાના સારથી એવા પ્રવીણભાઈ ખોરાવાનો જન્મદિવસ પોરબંદર શહેરમાં જુદી-જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થી ઉજવાયો
પ
ોરબંદર માં સામાજીક અને સેવાકીય કાર્ય માટે હંમેશા અગ્રેસર અને તત્પર રહેતી એવી પાયોનિયર ક્લબ
પોરબંદર,સાગરપુત્ર સમન્વય અને લાયન્સ ક્લબ ઓફ પોરબંદર “બાપુ” સંસ્થાના પ્રમુખ અને સેવાના સારથી એવા પ્રવીણભાઈ ખોરાવાનો જન્મદિવસ તા.11/05/2024 ને શનિવારના ના રોજ પોરબંદર શહેરમાં જુદી-જુદી સેવાકીય પ્રવૃત્તિઓ કરીને ઉજવેલ છે.
(૧) શહેરના જરૂરિયાતમંદ 20 પરિવારોને પ્રવીણભાઈ ખોરાવા અને
સામાજીક અગ્રણી રામદેભાઈ મોઢવાડીયાના વરદહસ્તે રાશનકીટ નું વિતરણ કરવામાં આવ્યું.
(૨) પ્રવીણભાઈ ખોરાવાના આર્થિક સહયોગથી ચાલતી પ્રવૃત્તિ હેઠળ આર્ય સમાજમાં જરૂરિયાત વાળા પરિવારને લગ્ન કરી આપવામાં આવેલ છે.તેમાં કન્યાને ચણીયા ચોળી,પાંચ જોડી કપડાં,સોનાનો દાણો તથા ચાંદીની ગાય પ્રવીણભાઈ ખોરાવા,શહેરના જાણીતા સેવાભાવી તબીબ ડો. સુરેશભાઈ ગાંધી ,
ઘનશ્યામભાઈ મહેતા અને રજનીકાંતભાઈ મોઢા ના હસ્તે આપવામાં આવેલ.
(૩) પાયોનિયર ક્લબ લેડીઝ વીંગના ચેરપર્સન શ્રીમતી ઉમાબેન ખોરાવા,લીલાબેન મોતીવરસ,દીપાબેન ચાવડા ક્રિષ્નાબેન ઠાકર,નીલાબેન થાનકી તથા હાજર તમામ મેમ્બર ના હસ્તે લેડી હોસ્પિટલમાં પૌષ્ટિક ખોરાક તેમજ હોસ્પિટલમાં બાળકો માટે 100 મચ્છરદાની નું વિતરણ કરવામાં આવ્યું
(૪) આજ રોજ પ્રવીણભાઈ ખોરાવા ના હસ્તે પોરબંદર શહેરના જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે 5000 ફુલસ્કેપ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું.
આજરોજ ક્લબના મેમ્બર ઘનશ્યામભાઈ મહેતા પ્રવીણભાઈ ખોરાવાના જન્મદિવસ નિમિતે ગાયોને 51 મણ લીલો ઘાસચારો,કબુતર ને ચણ તેમજ કૂતરાઓને બિસ્કીટ ખવડાવામાં આવેલ છે.
આજ રોજ પ્રમુખશ્રી પ્રવીણભાઈ ખોરાવાના જન્મદિવસ નિમિતે તેમની ઓફિસ ખાતે રામદેભાઈ મોઢવાડીયા,ડો.સુરેશભાઈ ગાંધી ,ઘનશ્યામભાઈ મહેતા,રજનીકાંત મોઢા,માહી ગ્રુપના પ્રમુખ કમલભાઈ ગોસલીયા તથા મેમ્બર્સ,
બ્રહ્મસમાજ અગ્રણી નરેશ થાનકી,ક્લબના તમામ મેમ્બર્સ તથા હોદેદારો અને શહેરની જુદી-જુદી સંસ્થાના ના હોદેદારો તથા શહેરના જુદા જુદા સમાજના અગ્રણીઓએ જન્મદિવસની રૂબરૂ/ટેલિફોન થી શુભેચ્છાઓ પાઠવી હતી.