અક્ષર વિદ્યામંદિર ખાતે મતદાર યાદી સુધારણા અંગે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન ભાજપ અગ્રણી મોહનભાઈ મોઢવાડિયા દ્વારા વિગતવાર સમજણ

અક્ષર વિદ્યામંદિર ખાતે મતદાર યાદી સુધારણા અંગે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન
ભાજપ અગ્રણી મોહનભાઈ મોઢવાડિયા દ્વારા વિગતવાર સમજણ

પોરબંદર:
હાલ ચૂંટણી પંચ દ્વારા રાજ્યભરમાં મતદાર યાદી સુધારણા (Special Summary Revision – SSR) કાર્ય ચાલી રહ્યું છે. તેના ભાગરૂપે પોરબંદરના અક્ષર વિદ્યામંદિર ખાતે વાલીઓ માટે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા જેમાં ભાજપ અગ્રણી, પૂર્વ કાઉન્સિલર તથા શાળાના મેનેજિંગ ટ્રસ્ટી મોહનભાઈ મોઢવાડિયાએ મતદાર યાદીમાં નામ ઉમેરવા, નામમાં સુધારો, સરનામું પરિવર્તન तथा નામ દૂર કરવાની પ્રક્રિયા અંગે સરળ અને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું.

 બીએલઓ દ્વારા ઘર-ઘર કામગીરી શરૂ

મોહનભાઈએ જણાવ્યું કે હાલમાં દરેક બુથ પર ચૂંટણી પંચે સરકારી કર્મચારીને બીએલઓ (Booth Level Officer) તરીકે નિયુક્ત કર્યા છે. તે લોકો ઘેર-ઘેર જઈને જરૂરી ફોર્મ્સ વિતરણ કરી રહ્યા છે.
નાગરિકોએ જરૂરી દસ્તાવેજો સાથે આ પ્રક્રિયામાં સહકાર આપવાની વિનંતી પણ કરવામાં આવી.

 સલામતી બાબતે ખાસ સૂચના

કાર્યક્રમ દરમિયાન મોહનભાઈ મોઢવાડિયાએ ખૂબ જ મહત્વનો મુદ્દો રજુ કર્યો:

માન્ય બીએલઓ અથવા ઓળખિત જવાબદાર વ્યક્તિ સિવાય અન્ય કોઈને મોબાઇલમાં આવેલ OTP આપવો નહિ.

મતદાર યાદી સુધારણાની કામગીરી સંપૂર્ણપણે મફત છે; કોઈ વ્યક્તિ પૈસા માગે તો તરત જ શાળાને કે અધિકારીઓને જાણ કરવી.

 નાગરિકોને સહાય માટે હેલ્પ સેન્ટર

મતદાર યાદી સુધારણા અંગે કોઈપણ નાગરિકને ફોર્મ, દસ્તાવેજો અથવા પ્રક્રિયા અંગે સમસ્યા હોય તો તેઓ અક્ષર વિદ્યામંદિર ખાતે સંપર્ક કરી શકે છે.
શાળાની ટીમ અને બીએલઓ બંને માર્ગદર્શન આપવા માટે ઉપલબ્ધ રહેશે.

અંતમાં, મોહનભાઈ મોઢવાડિયાએ ઉપસ્થિત નાગરિકોને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય સહભાગી થવા અને યોગ્ય માહિતી સાથે મતદાર યાદી સુધારણા પૂર્ણ કરવાની અપીલ કરી હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!