પોરબંદર સુર્યાવાડ મેમણ જમાતમાં ૩૩ વર્ષથી ચુંટણી વગર ગેરવહીવટના આરોપ; ગુજરાત રાજ્ય વકફબોર્ડમાં ગાંધીનગર ખાતે ફરિયાદ

પોરબંદર સુર્યાવાડ મેમણ જમાતમાં ૩૩ વર્ષથી ચુંટણી વગર ગેરવહીવટના આરોપ; ગુજરાત રાજ્ય વકફબોર્ડમાં ગાંધીનગર ખાતે ફરિયાદ

તા. ૨૩/૧૨/૨૦૨૫
પોરબંદર શહેરની સુર્યાવાડ મેમણ જમાત સંસ્થામાં વર્ષોથી ચાલી રહેલી ગેરવહીવટ, ચુંટણી ન યોજવાના ગંભીર મુદ્દા અને વકફની મિલકતો અંગે ગેરકાયદેસર વહીવટના આરોપો સાથે સુર્યાવાડ મેમણ જમાતના આગેવાનો દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય વકફબોર્ડ સમક્ષ રૂબરૂ ફરિયાદ કરવામાં આવી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૦૧થી ચુંટણી વિના ટ્રસ્ટની જાહેર મિલકતો ઉપર કબ્જો જમાવી બેઠેલા કહેવાતા પ્રમુખ યુસુફ મોહમદ પુંજાણી તથા હબીબ અ. ગની ચીતલવાલા દ્વારા સંસ્થાનો વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે તેમજ આજદિન સુધી કોઈ પણ પ્રકારના હિસાબો કે ઓડિટ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યા નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુર્યાવાડ મેમણ જમાતનો સમગ્ર વહીવટ ગુજરાત રાજ્ય વકફબોર્ડ પોતાના હસ્તક લઈ વહીવટદારની નિમણૂક કરવા તથા સંસ્થાની વકફની મિલકતો, બેંક એકાઉન્ટ અને રોકડ રકમનો કબ્જો વકફબોર્ડ હસ્તક લેવા અંગે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. સાથે જ વકફ અધિનિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
સુર્યાવાડ મેમણ જમાતના સભ્યો મહમદશફી ગુલામમોહમદ બેરા, મહમદફારૂક નૂરમોહમદ બઘાડ, અફઝલ યુસુફ પટેલ, અકબર હારૂન ગીગાણી તથા યાસીન જુનૈદ અઘાડી દ્વારા ગુજરાત રાજ્ય વકફબોર્ડના ચેરમેનને રજૂઆત કરી માંગ કરવામાં આવી હતી કે સંસ્થામાં ચુંટણી ન યોજાય ત્યાં સુધી વકફબોર્ડ દ્વારા યોગ્ય વહીવટદારની નિમણૂક કરવામાં આવે તેમજ છેલ્લા અનેક વર્ષોમાં થયેલી ગેરવહીવટની ઝીણવટભરી તપાસ કરવામાં આવે, જેથી ભ્રષ્ટાચાર કરનાર સામે કડક કાર્યવાહી શક્ય બને.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે સુર્યાવાડ મેમણ જમાત સંસ્થામાં વર્ષ ૧૯૯૨થી હાજી અ. સત્તાર અ. હબીબ હામદાણી પ્રમુખ તરીકે નોંધાયેલ છે અને વકફબોર્ડની કચેરીમાં હાલ પ્રમુખ (વહીવટકર્તા ટ્રસ્ટી) તથા ૭ સભ્યોની કમિટી રજીસ્ટર છે. વર્ષ ૧૯૯૨થી ૨૦૨૫ એટલે કે સતત ૩૩ વર્ષથી સંસ્થામાં એકપણ વખત નિયમિત ચુંટણી યોજાઈ નથી તથા આ સમગ્ર સમયગાળાના હિસાબ-કિતાબ કે ઓડિટ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યા નથી.
ફરિયાદ અનુસાર સંસ્થાના નિયમોને નેવે મૂકી વર્ષો સુધી બળજબરીપૂર્વક ગેરવહીવટ કરવામાં આવી છે. અનેક વખત જમાતના સભ્યો દ્વારા ચુંટણીની માંગ કરવામાં છતાં શામ, દામ અને દંડના માર્ગે ચુંટણી થવા દેવામાં આવી નથી. વર્ષ ૧૯૯૯માં માત્ર એક વખત નામપુરતી જનરલ મીટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં અગાઉથી કોઈ એજન્ડા જાહેર કરવામાં આવ્યો નહોતો અને હિસાબ-કિતાબ કે ઓડિટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા નહોતા.
ઉલ્લેખનીય છે કે પોરબંદર સુર્યાવાડ મેમણ જમાત વકફ અધિનિયમ ૧૯૯૫ હેઠળ ગુજરાત રાજ્ય વકફબોર્ડમાં નોંધાયેલ વકફ સંસ્થા છે. સંસ્થાના બંધારણ અને વકફબોર્ડમાં નોંધાયેલ PTR મુજબ દર વર્ષે સર્વ સભ્યોની જનરલ મીટિંગ બોલાવી ચુંટણી કરવી, નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરવી તથા વકફ અધિનિયમની કલમ-૪૨ મુજબ ફેરફાર રિપોર્ટ અને કલમ-૭૨ મુજબ હિસાબો રજૂ કરવાનું ફરજિયાત હોવા છતાં આ તમામ પ્રક્રિયાનો ઉલ્લંઘન થતો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.
લી. ફરિયાદી
(૧) મહમદશફી ગુલામમોહમદ બેરા
(૨) મહમદફારૂક નૂરમોહમદ બઘાડ
(૩) અફઝલ યુસુફ પટેલ
(૪) અકબર હારૂન ગીગાણી
(૫) યાસીન જુનૈદ અઘાડી

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!