પોરબંદર ની ખાસજેલ માં ઇફતાર પાર્ટી નું આયોજન

ખાસ જેલ પોરબંદરમાં રહેલ હિંદુ અને મુસ્લિમ કેદી ભાઈઓમાં ભાઈચારો વધે તેવા આશય થી ખાસ જેલ પોરબંદરના જેલ અધિક્ષક પ્રવિણસિંહ એચ.જાડેજાની આગેવાની માં પવિત્ર રમઝાન માસમાં ૨૭ માં રોઝા(હરણી રોઝું) ના દિવસે ઇફતાર પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે જેલ અધિક્ષક પ્રવિણસિંહ એચ.જાડેજા દ્વારા કેદીભાઈઓ ને મીઠાઈ ખવડાવી રોઝું ખોલાવ્યું હતું અને પાયોનિયર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ના હસ્તે ફારૂકભાઈ સૂર્યા એ રોઝું ખોલ્યુ હતું.
આ સમયે ક્લબના મેમ્બર હરજીવનભાઈ કોટિયા,પ્રેમજીભાઈ ખુદાઈ,મહેન્દ્રભાઈ જુંગી, જ્યેન્દ્રભાઈ ખુંટી,દિલીપભાઈ ગંધા અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ એમ.યુ.હિંગોરા, હનીફભાઈ,નિઝામ હનીફ બેલીમ અને યાકુબ કાબલીવાલા હાજર રહેલ.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!