કન્ટેન્ટ ક્રિએટરો સમાજમાં સર્જનાત્મકતાની શક્તિ દ્વારા નવી વિચારધારા અને સકારાત્મક સંદેશો સમાજ સુધી પહોંચાડે છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
Entertainment

કન્ટેન્ટ ક્રિએટરો સમાજમાં સર્જનાત્મકતાની શક્તિ દ્વારા નવી વિચારધારા અને સકારાત્મક સંદેશો સમાજ સુધી પહોંચાડે છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
કન્ટેન્ટ ક્રિએટરો ‘વન મેન આર્મી’ સમાન : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ ખાતે “સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ–2026”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સર્જનાત્મક કાર્ય કરનાર કન્ટેન્ટ ક્રિએટરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીના હસ્તે જાણીતા અભિનેતા હિતેન કુમાર, પ્રફુલ કેતકર, પ્રફુલ ગર્ગ, મીનાક્ષી શેરાવત, નિખિલ ચંદવાણી, કુશલ મિસ્ત્રી, વિશાલ પારેખ, માહી પટેલ, કુલદીપસિંહ ક્લેર, શિવાની શુક્લ, આર.જે. હર્ષિલ, મંગેશ પ્રજાપતિ અને જય ગજેરા સહિતના સર્જકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સ્ટાર અને રાઇઝિંગ કન્ટેન્ટ ક્રિએટર્સને પણ એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
