પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય, પોરબંદરના વિદ્યાર્થી કેવલ ઢાંકેચાનું સન્માન કરાયું
પી.એમ.શ્રી જવાહર નવોદય , પોરબંદર ખાતે ધોરણ -૧૦ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી માસ્ટર કેવલ ઢાંકેચાનું RDC (Republic Day camp )દિલ્હીમાં તેનું સિલેક્શન થયું હતું. અને તેણે DGNCC(Directorate General National Cadet Corps) Camp Delhi માં તારીખ ૦૧/૦૧/૨૦૨૪ થી તારીખ ૨૯/૦૧/૨૦૨૪ સુધી તાલીમ મેળવી હતી.
પોરબંદર જિલ્લામાંથી માત્ર એક જ કેડેટ માસ્ટર કેવલ ઢાંકેચા નું આચાર્ય કુમાવત દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી હાર્દિક સ્વાગત કર્યું હતું. સાથે સાથે પ્રાર્થનાસભામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ , શિક્ષકોએ તથા કેવલ ઢાંકેચાના પરિવારજનોએ પણ ગૌરવની લાગણી અનુભવી અને તેના ઉજ્જ્વળ ભવિષ્ય માટે કામના કરી હતી.
Please follow and like us: