પોરબંદર જિલ્લામાં ધન્વતંરી રથની સંખ્યા વધારીને 14 કરવામાં આવી

પોરબંદર જિલ્લામાં ધન્વતંરી રથની સંખ્યા વધારીને 14 કરવામાં આવી

પોરબંદર જિલ્લામાં ધન્વતંરી રથની સંખ્યા વધારીને 14 કરવામાં આવી છે. પોરબંદર જિલ્લાના કલેકટર ડી.એન. મોદી તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, ધન્વંતરી રથની આરોગ્ય તપાસણી તેમજ રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોરબંદર જિલ્લાતંત્ર દ્વારા રસીકરણ અંગે જાગૃતિ ફેલાવવાનું કાર્ય ચાલુ છે તેમજ 10 એપ્રિલ સુધી ધન્વંતરી રથની 7 હજાર જેટલી OPD હતી તે વધારીને 13 હજાર 500 જેટલી કરવામાં આવી છે. એક ધન્વતરી રથ દ્વારા આશરે 260 લોકોને તપાસવામાં આવે છે. જિલ્લામાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ કરાતી ધન્વંતરી રથની કામગીરી લોકોએ આવકારી છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!